________________
વિભાગ-૧
diaryely”
(રાગ : આઓ બચ્ચો તુમ્હ દિખાયેં...) લોક હૃદયનાં લાડિલાનું, સ્મરણ કરી બહુમાનથી, એ ગુરુવર છે પાવન તીરથ, નમન કરો અહોભાવથી, વંદે કલાપૂર્ણમ્.. સુરિ કલાપૂર્ણમ્... વંદે કલાપૂર્ણમ્... સુરિ કલાપૂર્ણમ્..
ખમીરવંતી મભૂમિમાં, તીર્થ ફલોદી જન્મયા” તા, પાબુદાન આંખોનાં તારા, માત ખમ્માના જાયા” તા, બાળપણામાં વિનય વિવેકી, સહુ જન મન હરખાયા' તા, જિનશાસન રખવાળા એ તો, પુરવ પુત્યે આયા” તા,
અક્ષયપદ આરાધન કરવા, અક્ષયરાજ કાયા” તા. એ ગુરૂવર..૧ પુન્યવંતી રત્નાદેવી સાથે, બાંઘી સંસાર બેડી. આશકરણ ને જ્ઞાનચંદ એ, સુંદર પુત્રની જોડી, અર્થ-કામ સંતોષી એણે, પ્રીત પ્રભુ શું જોડી, રાજનાંદમાં ધર્મ કરતા, માયા મમતા તોડી, કાલીયાબાબા પાસે એ તો, જાયે દોડી દોડી... એ ગુરૂવર.૨
સસરા પત્ની પુત્ર સાથે, ચાલ્યા એ બડભાગી, રાજનગરમાં કનકસૂરિ પાસે, આવ્યા વૈરાગી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, થયા એ સંયમ રાગી, પ્રભુ ભક્તિની સાથે એને, સ્વાધ્યાય લગની લાગી,
૨૦૧૦ વૈશાખ સુદી, દશમી દિન ચારિત્ર ભાગી... એ ગુરૂવર...૩ કંચનવિજય ગુરુનાં મુખે, કલાપૂર્ણ કહાવે, બાલમુની શ્રી કલાપ્રભ ને, કલ્પતરુ મન ભાવે, દિક્ષા દિનથી એ મુનિવરજી, ગુરુ સેવા મન લાવે, દેવેન્દ્ર-સૂરિની સાથે રહેતા સમતા પાવે, ગુરુ આપા શિર વહેતા મુનિવર, કઠિન કર્મ ખપાવે... એ ગુરૂવર....૪
વ્યાકરણ ન્યાય સિદ્ધાંતને ભણતાં, આગમ રસ આસ્વાદ્યો, દ્રવ્ય ગુણ પર્યાય ચરણને, કરણ અનુયોગ સીધો, પંન્યાસ ભદ્રંકરની પાસે, ધ્યાન અમૃતરસ પીધો, અધ્યાતમ ગગન વિહારી, આતમ અનુભવ લીધો,
ભક્તિ-મૈત્રી-શુદ્ધિની લહેરે, આતમ પાવન કીધો... એ ગુરૂવર... ૫ ધ્યાન વિચારને સહજ સમાધિ, પરમ સામાયિક ધર્મ. પરમ તત્ત્વની ઉપાસના ગ્રંથ, છેદે સંશય ભર્મ,