________________
વિભાગ-૧
તત્ત્વજ્ઞાનનાં કલાસમાં સુરિવર સમજાવે અષ્ટકર્મ, જીવાજીવ પુન્ય પાપાશ્રવ સંવર બંધ મોક્ષનાં મર્મ, યોગસારનું અધ્યયન એ તો, આપે શિવ શર્મ... એ ગુરૂવર... ૬
નમસ્કાર મહામંત્રની જેણે, સાઘી અદ્ભુત સિદ્ધિ, વિનિયોગ દ્વારા ઘટ ઘટમાં, કરતાં મંત્રની વૃદ્ધિ, અપ્રમત્ત વળી સરલતા એ તો, અત્યંત સમૃદ્ધિ, અસંખ્ય ગુણ સંપત્તિથી જેણે, કીધી આતમ શુદ્ધિ, અજાતશત્રુ, કરુણાસાગર, એ ગુરુવરની પ્રસિદ્ધિ... એ ગુરૂવર... ૭
રાજસ્થાન કચ્છ વાગડ ગુર્જર, કર્ણાટક પદ ઠાયા' તા, તામિલનાડને આંધ્રપ્રદેશે, ધર્મ ધ્વજ લહેરાયા' તા, મહારાષ્ટ્રને મધ્યપ્રદેશે, શાસન શાન બઢાયા' તા, અગણિત શાસન પ્રભાવનાની, શ્રેણીથી સોહાયા' તા, સિદ્ધગીરિનાં ચાતુર્માસથી શાસન કલશ ચઢાયા' તા... એ ગુરૂવર... ૮ વિનંતી ભંગ ભીરુ એ સૂરિએ, કીધી કાય ઉપેક્ષા, ધન્ય એ નગરને ગામ ભૂમિ જિંહાં, કીધાં ચરણ નિક્ષેપા, ધન્ય એ સાધુ સાધ્વી જેને, આપી સુરિએ દિક્ષા,
ધન્ય ધન્ય એ કર્ણ યુગલ જેણે, લીધી વાચના શિક્ષા,
આંતર વિશ્વનાં પ્રવાસી એને પ્રભુ મિલનની પ્રતીક્ષા... એ ગુરૂવર... ૯
પાત્રતા પુન્ય ને પ્રજ્ઞા વૈભવ, સાથે વળી નિઃસ્પૃહતા, વિચાર વાણી વર્તનમાં જેણે, સાધી છે એકરુપતા,
શ્વાસે શ્વાસે દયાસિંધુને ધબકે પરહિત ચિંતા,
સદા પ્રસન્ન મુખમુદ્રા જેની, આંતર શત્રુ વિજેતા,
મુક્તિ પંથે ચાલી નીકળ્યા, ર્શને તરસે નયણાં... એ ગુરૂવર...૧૦
પંથ ભૂલેલા જીવન પથિકને, સાચો રાહ બતાવે,
ભવોભવ તુમ મલજો મુજ ગુરુવર, આતમ દુરિત ગમાવે,
માટે જીવન તમને સોપ્યું, છોડી ચાલ્યા ક્યાંયે, નૈના તરસે અંતર ઝંખે, ગુરૂવર ક્યાંય દેખાયે,
ઉપકાર તમારા સ્મરણ કરીને, નયણા આંસુ વહાવે.. એ ગુરૂવર...૧૦
વારસ પટ્ટધર કલાપ્રભસૂરિ, પ્રેમે ગચ્છ સંભાળે, પંન્યાસ કલ્પતરુ કીર્તિ વળી, મુક્તિ ગુરુ ગુણ ધારે, ગણિવર પૂર્ણમુનિને, તીર્થ, વિમલ ગુરુ શાન વધારે, અણનમ ગુરુ ભક્તોની સાથે, જય ગુરુ નાદ ગજાવે, ચન્દ્રોદય શિશુ પ્રસન્નતાથી, નિત નિત ગુરુગુણ ગાવે, વિશ્વવંદ્ય એ વિરલ વિભૂતિ, જુગ જુગ સુધી ગવાશે... એ ગુરૂવર... ૧૧
3