________________
વિભાગ-૧ RAIDH, -
ની જિનશાસનને વંદન કરતા, આનંદ અતિ ઉભરાયે (૨) એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ વીર બાળકો, વીર બાળકો, વીર બાળકો ... (૧) સ્વનું જીવન પ્રથમ આપણે, શુદ્ધિયુક્ત કરશું (૨) પછી મૈત્રીને ભક્તિના દાવે, વિશ્વમાત્રમાં ફરશું (૨) જિન શાસનની દિવ્યધજાને ગગને લહેરાવીએ ..એની રક્ષા (૨) સાચા છે વીતરાગને, સાચી છે એની વાણી (૨) આધાર છે પ્રભુ આજ્ઞાને, બાકી ધૂળધાણી (૨) એ જીવનમંત્ર છે આપણો, ચાલો મંત્રિત થઈએ .. એની રક્ષા (૩) આપણી સામે આદર્શો છે, કેવા ભવ્ય ચમકતા (૨) કાલક, કલ્પક, કૃણાલ, કપર્દી, કુમારપાળ મનગમતા (૨) એ ઈતિહાસોનું નવસર્જન કરવા તત્પર બનીએ . એની રક્ષા (૪) નથી જોવાતી, નથી સહેવાતી, હિલના તુજ શાસનની (૨) મા ! તુજ ખાતર ફના થઈ જાશું ! નથી પરવા જીવનની (૨) આશિષ દે મા ! જંગ જીતવા, કેશરીયા સહુ કરીએ
એની રક્ષા કરવા કાજે, જીવન અર્પણ કરીએ (૫)
IT
(મેરે દેશની ધરતી..). ગાજે રે ગાજે રે... (૨) મહાવીરનું શાસન ગાજે (૨) દુષમકાલની કાલરાત્રિમાં, જય-જયકાર મચાવે છે (૨)
હો.. ગાજે ... (૨) પાવનકારી તીર્થભૂમિઓ, જિનબિંબો ને જિનાલયો (૨) સોહે જગમાં પુણ્યભૂમિઓ, જિનાગમો વળી ઉપાશ્રયો (ર)
હો.... ગાજે .. (૨) જિનશાસનની રક્ષા કરતા, આચાર્યો સંઘ ઘોરી છે (૨) મુનિગણમાતા પ્રવચન ત્રાતા, ઉપાધ્યાય ઉપકારી છે (૨)
હો.... ગાજે ... (૨) જ્ઞાનધ્યાનમાં મસ્ત મુનિઓ, મોહરણે ટંકાર કરે (૨) વિરતિસંગી શાસનરંગી, જિન ભક્તો જયકાર કરે (૨)
હો... ગાજે ... (૨)