________________
વિભાગ-૫
ખોડો, ખીલ, કબજિયાત વગેરેનાં બીજ રોપાય છે ને તે તે રોગ વધતા જાય છે. કફ, મેદ, રક્તદોષ, પિત્તનો પ્રકોપ થાય છે.
ઉજાગરાની આદત ઃ રાતના ૧૦૧૧ વાગ્યા પછીનું જાગરણને ઉજાગરા કહી શકાય. કારણ અકારણથી લાખો લોકો રાત્રે જાગતા હોય છે તેને વાયુપ્રકોપ, માનસ દૌર્બલ્ય, નેત્રરોગ વગેરે થયા વિના રહેતા નથી. ૮૦ પ્રકારના વાયુના રોગો, ઘણા બધા માનસિક રોગો, દ્રષ્ટિ દૌર્બલ્ય, શિરઃશૂળ, જાતીય રોગો, બ્લડ પ્રેશર, અમ્લપિત્ત, અરૂચિ, કૃષતા, અશકિત વગેરે તેનાથી થતા જોવામાં આવે છે.
પંખાની આદત : માથે સતત પંખો ચલાવવો તે અપથ્ય છે. ફુલ સ્પીડમાં પુષ્કળ લોકો બારે માસ દિવસ-રાત પોતાની ઉપર પંખો ચલાવતા હોય છે. તેનાથી ચલ, રૂક્ષ, શીત, ગુલથી કોપેલો વાયુ અનેક રોગ પેદા કરે છે. શરદી, શ્વાસ, ઉધરસ, તાવ, પક્ષાઘાત, રાંજણ, કંપવાત, સંધિવાત, આમવાત, શૂળ વગેરે થયા વિના રહેતા નથી. તેવું જ ચોવીસ કલાક સતત ચાલતાં એ. સી. કે કુલરનું પણ પરિણામ આવે છે.
પ્રવાસ અધિક પ્રવાસ, લાંબો પ્રવાસ પણ વાયુ કોપાવનારા છે. તેનાથી આગળ કહેલા. જાતજાતના વાયુના રોગ ચલ ગુલથી થયાની દહેશત રહે છે. શરદી,શ્વાસ, શૂળ, ક્ષય, કબજિયાત જેવા રોગો પ્રવાસની ગતિ, અવ્યવસ્થા, સ્થાનફેર પાણીફેર વગેરે કારણે થતા હોય છે.
અતિ વાહન ચલાવવાની આદત : કારણને લીધે કે કારણ વિના પણ મોટર સ્કૂટર, સાયકલ જેવાં વાહનો ચલાવવાથી પણ જાતજાતના વાયુના રોગોને નોતરૂં મળે છે. શરદી, શ્વાસ, શૂળ, કાનના રોગો, શિરઃશૂળ વગેરે પણ તેનાથી થાય છે.
વ્યસનો : ટી.વી. મોબાઈલ, દારૂ, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા, ચા વગેરે જાત જાતનાં વ્યસનો પણ અપથ્ય છે. તેના પ્રત્યેની પ્રીતિ છેવટે પસ્તાવાનું કારણ બને છે. દારૂથી, થતા ક્ષય, હૃદય રોગ, લીવરનું કેન્સર, માનસ દૌર્બલ્ય, નપુંસકતા, મનનો બેકાબૂ, કુસંસ્કાર, ક્રોધ, ચોરી, અસત્ય, પરસ્ત્રીગમન જેવા દૂષણો જીવનને બરબાદ કરી નાખે છે. તમાકુના વ્યસની મોટે ભાગે કેન્સરના શિકાર બનતા હોય છે. ફેફસાના, મોંના, ગળાના, મગજના, હૃદયના રોગો પણ તમાકુથી - ગુટકાથી વધતા જાય છે. દુ:ખ, કરૂણા અને હાસ્યાસ્પદ વાત તો એ છે કે જે પ્રચાર મહામાધ્યમો બધાં વ્યસનો હાનિકારક છે તેવું કહે છે તે સાથે સાથે તેની જાહેરાતો દ્વારા તેનો પ્રચાર પણ કરે છે !!
વિરૂદ્ધ આહાર : કાચા દૂધ, દહિં, છાશ (ગોરસ) સાથે કઠોળ (દ્વિદળ), ફ્રુટ સલાડ, ફ્રુટ જ્યુસ, ફ્રુટ સેઈક, ચીકી જેવા વિરૂદ્ધ આહાર પાર વગરના રોગો પેદા કરે છે. તેને કારણે સફેદ દાગ, સોરાયસીસ જેવા ચર્મરોગ ચારે તરફ પ્રસરી રહ્યા છે. છતાં એક પણ લગ્નભોજન એવું નહીં હોય
૧૪૨