________________
વિભાગ-૫
ન્
કે પાર્ટી એવી નહીં હોય કે જેમાં વિરૂદ્ધ આહાર ન હોય ! દૂધ સાથે ફળો, ખટાશ, માંસાહાર, ડુંગળી, લસણ, ગાજર વગેરે ખાવાથી દસ ટકા જેટલા રોગોનો સમાજમાં ઉદ્દભવ થતો રહે છે.
વાસી આહાર : બ્રેડ, બિસ્કિટ ને તૈયાર ખાદ્ય પદાર્થ, ફ્રીઝ-કોલ્ડ-સ્ટોરેજ વગેરેમાં કલાકો, દિવસો, મહિનાઓનો વાસી આહાર મંદાગ્નિકારક, ગુરૂ અને અપથ્ય હોવાથી નવાનવા રોગના મૂળ નાખે છે. જ્યારે ઘણા અપથ્ય પ્રીતિ ધરાવનારા આળસુ, લોલુપ લોકો શિખંડ, કેરીનો રસ વગેરે વરસ વરસ જૂનો પણ આરોગે છે !
દહીં : સદા પથ્ય આહારમાં દહીંનું સ્થાન ન હોવા છતાં દહીં પુષ્કળ ખવાય છે. તે ખાવાની આયુર્વેદમાં અનુપાન વિધિ બતાવવામાં આવેલી છે પણ તેને પ્રત્યે દુર્લક્ષ્ય કરી હમેશાં દહીં ખાનારા લોકો ડાયાબિટીસ, મેદવૃદ્ધિ, ચામડીના રોગો, કાકડા, કાનમાં પરૂ, અતિનિદ્રા, શરદી, શ્વાસ, ક્ષય, ઉધરસ, કબજિયાતના ભોગ બનતા રહે છે. ઉનાળામાં રોજ કે વધારે પડતો શિખંડ ખાવાની પ્રીતિ પણ આવું જ પરિણામ આવે છે.
કેમીકલવાળો નવો ગોળ જૂનો દેશી ગોળ પથ્ય છે પણ નવો કફકર, અભિષંદી ગુરૂ હોવાથી અપથ્ય છતાં ઘણાં લોકો બાળકો અને મોટો ગોળનો ગાંગડો લઈને જમવાની કુટેવ ધરાવતા હોય છે. તેની સાથે દહીં, ડુંગળી, લસણ, અડદ
હોય તો તે વિરૂદ્ધ આહાર બને છે તેથી કૃમિ, કફ, શરદી, ચામડીના રોગ, પ્રમેહ, કાકડો, ખોડો, કાનમાં પરૂ આવવું, મેદવૃદ્ધિ, આંખો આવવી વગેરે રોગો થાય છે.
અડદ : અડદને હીન કઠોળ ગણાવીને
આયુર્વેદ નિત્યના આહારમાં સ્વીકાર કર્યો નથી. છતાં નવી કેટલીય વડા, ઈડલી જેવી, વાનગીમાં હમેશાં અડદ ખવાય છે. તેનાથી જડતા, કામુકતા, કફ, પિત્ત વગેરેથી થતા રોગો થાય છે.
તેલ : બધાં તેલમાં તલતેલને શ્રેષ્ઠ કહેલ હોવાથી શિંગતેલ, સરસવ તેલ, કપાસીયાનું તેલ, કડીનું તેલ વગેરે હીન ગુણવાળાં છે. શ્રેષ્ઠ ગણાયેલ તલ-તેલ પણ વધુ ખાવાથી ત્વચાના, વાળના અને આંખોના રોગ પેદા કરે છે. તેથી તળેલો આહાર, ફરસાણ વગેરે હંમેશાં પથ્ય ન કહી શકાય. ઉનાળામાં તેલ ગરમ પડે તેથી ત્યારે શક્ય તેટલું ઓછું વાપરવું જોઈએ. નિત્યના આહારમાં આયુર્વેદે તેલનો સમાવેશ નથી કર્યો. મારવાડી લોકો તેલની જગ્યાએ ઘી નો વપરાસ કરે છે. તેલ નહિવત્ વાપરે છે. છતાં કાળા તલનું તેલ શ્રેષ્ઠ છે એની મનાઈ નથી.
ડુંગળી બટાટાં (કંદમૂળ) : ડુંગળી બટાટાં પણ પચવામાં ભારે, નિદ્રાવર્ધક, મેદવર્ધક, કામવર્ધક કહેલ હોવાથી તેનો ક્યારેય ઉપયોગ કરવો નહિ.
૧૪૩