________________
વિભાગ-૫
હતાં એમણે ઋતુ પ્રમાણે આહાર, વિહાર, ઉપવાસ, વ્રતો, પ્રકૃતિમાંથી જ ઔષધો અને ભોજન સંબંધી આરોગ્યવિજ્ઞાન લોકોની જીવન શૈલીમાં જ ગોઠવી દીધું હતું. પરંતુ કમનસીબી કે છેલ્લાં કેટલાંક વર્ષોથી પશ્ચિમપરસ્ત આહાર, વિહાર, વિચારવાળી આધુનિક જીવનશૈલીએ સ્થાનિક આહારની વિવિધતા પરત્વે ઉદાસીન બનાવી દીધાં છે, આપણા કીચનનાં આરોગ્યવિજ્ઞાનને ભૂલવી દીધું છે. એની સામે ગંભીર સવાલ છે. આપણે અહિં ચાઈનીજ, મેક્સિકન રેસ્ટોરેન્ટ ખૂલે છે પણ, સૌરાષ્ટ્ર, પંચમહાલ રેસ્ટોરેન્ટ કેમ ખુલતી નથી ?
આજથી ૫૦ વર્ષ પહેલા ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચન નિસર્ગોપચાર આશ્રમમાં એક સુત્ર લખેલું : ‘‘તંદુરસ્તી હજાર નિયામત'' આજે જગતભરમાં ખાસ તો મેટ્રોસીટીમાં અમદાવાદ, મુંબઈ અને અમેરિકન શહેરોમાં લોકોને તંદુરસ્તીનો અર્થ સમજાયો છે. ‘‘નિયામત'' એટલે અલભ્ય, દુર્લભ પદાર્થ એક અનન્ય જાતની દોલત માનવીનાં સુખનું માપ ‘તંદુરસ્તી' ચાલો તંદુરસ્તીનું રહસ્ય સમજીયે રોગનાં કારણો ઓળખી આજથીજ સજાગ બનીયે. ———–રોગના કારણો
સાજા રહેવું સૌને ગમે છે. અને સાજા રહેવાનો આધાર પથ્ય આહાર-વિહાર ઉપર છે. આયુર્વેદ તેના સ્વસ્થવૃત્ત અને સવૃત્તના પ્રકરણમાં આહાર-વિહાર, દિનચર્યા,
રાત્રિચર્યા, ઋતુચર્યામાં પથ્ય વિષે પૂરું માર્ગદર્શન દઈ દીધું છે. જો તેને લગતું સાહિત્ય વાંચવામાં આવે, શાળા-કોલેજમાં ભણાવવામાં આવે, ઘરમાં શિખવાડવામાં આવે તો વ્યકિતનું જીવન પથ્યપાલનને કારણે સ્વસ્થ રહે અને તેને પથ્ય વિષે ખ્યાલ ન હોય અને અપથ્ય સેવન કરવાની વ્યકિતને બચપનથી આદત પડી જાય તો તેને માંદગી આવ્યા વિના ન રહે. આ રીતે વ્યકિત, વ્યકિતથી બનેલ પરિવાર અને પરિવારોના સરવાળાથી થયેલ સમાજ પ્રદેશ કે દેશ દુનિયા માંદગીનો ભોગ બને છે.
આજે દેશ-કાળ બગડવાથી લોકોમાં અપથ્યપ્રીતિ વધુ જોવામાં આવે છે. બચપણના વરસોમાં, ગત જન્મના સંસ્કારમાં, વાતાવરણમાં, દેખાદેખીથી તેની અપથ્યપ્રીતિ વિકસતી જાય છે. આપણે થોડા તેના ઉદાહરણ જોઈએ.
:
મોડા ઊઠવાની આદત ઃ મોડા ઊઠવું તે અપથ્ય વિહાર છે છતાં મોડા ઉઠવું તે સામાન્ય બાબત બની ગઈ છે. રાત્રી જાગરણ, ઘરમાં બધાને મોડા ઉઠવાની આદત, વહેલા ઉઠવાથી થતા લાભનું અજ્ઞાન, નિદ્રા વિષેનું મિથ્યાભાન વગેરેને કારણે મોડા ઉઠવાની પ્રથા વધતી જાય છે. જેને કારણે આળસ, પ્રમાદ, ચીડિયો સ્વભાવ, એદીપણું, શિથિલતા, લોકોમાં વધતી જાય છે. મેદ વધે છે. પ્રમેહ, શરદી, શ્વાસ, ક્ષય, ચર્મરોગ, કાકડા, કાનમાં પરૂ આવવું, ચશ્માના નંબર વધવા, મંદ બુદ્ધિ,
૧૪૧