________________
વિભાગ-૫
આકારની ટ્યુબ કે વાનગી યુરોપ - અમેરિકાના સુપર સ્ટોર્સમાં રેડીમેડ મળે છે. આખું ને આખું ડુક્કર રાંધીને તેઓ ‘‘સકલિંગ પિગ’’ નામની આઈટમ બનાવે છે. પ્રાણીઓના શરીરમાંથી જુદી જુદી ગ્રંથિમાંથી તેઓ સ્વીટબ્રેડ્સ અથવા “ગુરદાકપૂરા'' બનાવે છે. ધેટાં-બળદ, વાછરડાં, ડુક્કર વગેરેની જીભની વાનગી “કંગ’’ તરીકે અને ગાયનું જઠર ‘ટ્રાઈપ’ તરીકે ઓળખાય છે. હરણનું માંસ ‘વેનિસન'' અને શાહમૃગનું માંસ “લાઈઝ’’ તરીકે અને વાછરડાનું માંસ વિલ તરીકે વેચાય છે. પશ્ચિમના રેસ્ટોરાંમાં જંગલી રીંછનું માંસ પણ મળે છે.
કેટરપિલર''નો ઓર્ડર આપો તો કાનખજૂરામાંથી બનાવેલી વાનગી પણ પીરસવામાં આવે છે. ભારતના લોકો રસ્તામાં ગોકળગાય ચગદાઈ ન જાય તેનું ધ્યાન રાખે છે, જ્યારે પશ્ચિમના લોકો તે વીણી વીણીને ખાઈ જાય છે. મોટા હંસ જેવા પક્ષીને જબરદસ્તીથી ખવડાવીને જાડું તગડું બનાવવામાં આવે છે, પછી તેનું લીવર કાઢીને રાંધવામાં આવે છે જે ફ્રોઈગ્રાસ'' તરીકે માંસાહારીઓમાં લોકપ્રિય અને મશહૂર છે. ટૂંકમાં જે કંઈ હલેચલે છે તે માંસાહારીઓ ચાવી જાય છે. શાકાહારીઓ સમજે છે કે માંસાહારીઓ તે આરોગતા હોવાથી તેઓમાં અથાગ શક્તિ હોય છે, પરંતુ હકીકત તપાસવામાં આવે તો માંસાહારી તાકતવર હોવાની
દલીલ ખોટી પડે છે.
વિશ્વનાં ઈતિહાસ ઉપર નજર નાખતાં જાણવા મળે કે- પ્રસિદ્ધ મહાપુરૂષો, ચિંતકો, વૈજ્ઞાનિકો, કલાકારો, કવિઓ, લેખકો, ક્રિકેટરો, એક્ટરો જેવાકે ઃ પ્લુટાર્ક, પાયથાગોરસ, ન્યૂટન, ચિત્રકાર લિઓ નાર્ડો-દ-વિન્સી, ડો. એની બેસેંટ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, બર્નાડ શો, ટોવસટ્રોય, કવિ મિલ્ટન, કરાટે ચેમ્પિયન રિચાર્ડ અબેલે, ક્રિકેટ જગતનો બેતાજ બાદશાહ રોનાલ્ડ બ્રેડમેન, જર્મની ટેનિસ ખેલાડી બોરિસ બેકર, કુસ્તી ચેમ્યિન ક્રિસ કેમ્પબેલ, ભારતની (નાસા) અવકાશયાત્રી કલ્પના ચાવલા, ઓલિમ્પિક ખેલાડી વિમ્બલ્ડન કપ વિજેતા માર્ટિના નાવરાનીલોવા, માઈકલ જેક્શન, અનિલ કુંબાલે, અમિતાભ બચ્ચન અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ એ. પી. જે અબ્દુલ કલામ, જોગિન્દર સિંહ, (૧૦૫ વર્ષની ઉંમરે ૨૦ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર દોડે છે) અરે ભારતનાં અનેક વેઈટ લિફટરો, બેઝ બોલરો અને ક્રિકેટરો પોતપોતાના ક્ષેત્રમાં નામના કમાયા છે અને તે બધા શુદ્ધ શાકાહારી છે.
શહેનશાહ અકબર જીવનનાં છેલ્લાં વરસોમાં સંપૂર્ણપણે શાકાહારી બનીને સારું સ્વાસ્થય ભોગવી શક્યા હતા, પરંતુ આપણા માટે આજની તારીખે સો ટકા શાકાહારી બનવું અત્યંત કઠિન છે, કારણ આપણે જેને પૂરેપૂરી ‘નિર્દોષ’ ગણીએ છીએ એવી અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન
કે
૧૨૫