________________
વિભાગ-૫
માટે જીવહિંસાનો આશરો લેવામાં આવતો હોય છે. દેખાવમાં નિર્દોષ છતાં વાસ્તવમાં સદોષ એવી આ ચીજવસ્તુઓ કઈ કઈ તે જાણી લો.
શાકાહારીઓ પણ અજાણતાં જ માંસાહારનો ભોગ કેવી રીતે બને છે તે પ્રક્રિયા સમજવા જેવી છે. દાખલા તરીકે સમતોલ શશુ આહાર તરીકે જેનો પ્રચાર થાય છે તે બોની મિલ નામના ઈન્સટન્ટ મિલ્ક સિરિયલમાં પ્રાણીઓના શરીરમાંથી ખેંચી કાઢેલાં વિટામિનો ઉમેરવામાં આવે છે.
વિન્ટાજ ચોકલેટમાં ક્યા પ્રકારનું રેનેટ વપરાય છે, કે કિટ-કેટ ચોકલેટમાં ક્યા પદાર્થો વપરાય છે તે જાહેર કરવા તે કંપનીઓ માગતી નથી. ઘણાં જૈન ભાઈઓ કિટ-કેટ બનાવતી નેસલે કંપનીના શેર ધરાવતા હશે તેઓ આડકતરી હિંસામાંથી પૈસા કમાય છે અને આ વેજિટેરિયન લાઈફસ્ટાઈલ’ના સંપાદકો કહે છે કે તેઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં. તરલા દલાલ-ફુડ્સના ચોકલેટ પાઈ મિક્સમાં ડાલડા બ્રાન્ડ વનસ્પતિ વપરાય છે. ડાલડામાંના અમુક પ્રાણિજ દ્રવ્યોને કારણે તેને શાકાહારીની કેટેગરીમાં મૂકી શકાય
નહીં એમ પુસ્તકનાં
સંપાદકો આપણને જણાવે છે. એ જ રીતે ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ સો ટકા શાકાહારી હોવાની જાહેરાત કરે છે, પણ ‘બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી' (બીડબલ્યુસી) દ્વારા રજુ કરાયેલી પ્રશ્નોત્તરીનું ફોર્મ ભરવાનો આવી કંપનીઓએ ઈનકાર કરી દીધો હતો. આ કંપનીઓમાં નાસ્તા બનાવતી કેલોગ, પિસ્તા બનાવતી બામ્બિનો, જેલી બનાવતી ફ્રોલિક, શાકાહારી સૂપ બનાવતી નોર (Knorr), આઈસક્રીમ બનાવતી ક્વોલિટી વોલ્સ, નૂડલ્સ બનાવતી મેગી, સોયા ચસ બનાવતી ન્યુટ્રેલા, અને નૂડલ્સ બનાવતી ટોપ રેમન સ્નૂડલ્સનો સમાવેશ થાય છે નવાઈની વાત એ છે કે આમાંની ઘણી કંપનીઓ પોતાની બ્રાન્ડ પર પ્યોર વેજિટેરિયન' એવું લખે છે. વાસ્તવમાં ભારતની દરેક ખાદ્યપદાર્થો બનાવતી કંપનીઓ તે પ્રોડક્ટમાં કઈ કઈ ચીજ વાપરી છે તેની ચોખવટ કરતી નથી, અમેરિકા-યુરોપ અને ગલ્ફના દેશોમાં તે ફરજિયાત છે.
પણ
કાન્તિભટ્ટ અભિયાન, ૨૮-ઓગસ્ટ ૧૯૯૯
તેલ પાણીમાં ભળી જાય તે માટે ઈમલ્સિફાયરનો વપરાશ થાય છે. તેનાથી
પ્રોડક્ટનું ટેકલ્ચર એક સરખુ અને સ્મુથ
૧૨૬
બલગમ, ચિકલે પાયા હોય છે
બને છે. લગભગ તમામ પ્રોસેસ્ડ ફૂડમાં તેનો ઉપયોગ થાય છે, અને કાયદા પ્રમાણે ૦.૨%નો મહત્તમ વપરાશ થઈ શકે છે.