________________
વિભાગ-૫
પૂજન માટે સ્નાનવિધિ
પૂર્વદિશા તરફ મુખ રાખી ઓછા (અલ્પ) પાણીથી, ચરબીવાળો સાબુ નહિં, ગીઝર વાપરવું નહિં, ગરમ - ઠંડુ પાણી મિક્ષ ન કરવું, પાણી પણ ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તેવી જગ્યાએ સ્નાન કરવું, ત્યારબાદ ઉત્તરદિશામાં મુખ રાખીને પૂજાના વસ્રો પહેરવા.
ઘરમાં M.C. (અંતરાય) નું પાલન ચૂસ્તપણે કરવું જોઈએ. અષ્ટપ્રકારી પૂજન વિધિપૂર્વક કરવું. સાવધાની રાખવી જરૂરી છે.
વહોરાવવાની વિધિ
સુપાત્રદાન સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ છે.
* ભાવપૂર્વક વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે. * શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, સ્વાર્થવગર દાન આપવું જોઈએ. * ગોચરીના સમયે પંખો, ટી.વી, લાઈટ, ગેસ ચાલુ નહિં રાખવા. *ભોજનનાં પદાર્થો ઢોળાય નહિ તેવી રીતે વહોરાવવું જોઈએ.
* કાચા પાણી, અગ્નિ વિગેરેને અડવું ન જોઈએ.
* • નવા વાસણ - ચમચા વિગેરે બગાડવા ન જોઈએ.
* ઘરનાં બધાંજ સભ્યોએ વહોરાવવું જોઈએ.
* ગોચરીના સમયે ઘરના બારણાં ખુલ્લા રાખવા જોઈએ, અને નોકર કે પૂજારી નહિં પણ ખુદ શ્રવિક-શ્રાવિકા-બાળકોએ સાધુ - સાધ્વીજી ભગવંતોને બોલાવવા જવું જોઈએ.
* ‘‘ધર્મલાભ' એ શબ્દ સાંભળતા, પધારો...પધારો કહેવું જોઈએ. * દરેક વસ્તુ વ્યવસ્થિત બોલીને પછી અહોભાવપૂર્વક ખપ પ્રમાણે વહોરાવવું.
પાત્રતા હોય તો ગુરુનું દર્શન થાય પાત્રતા હોય તો ગુરુનો સ્પર્શ થાય પાત્રતા હોય તો ગુરુનું પૂજન થાય ૦ પરમાત્માની કૃપા પ્રાપ્ત થઈ ની નિશાની સદ્ગુરુનો યોગ પરમાત્માની પાટ પરંપરામાં પ્રભુ નથી આવતાં, પરંતુ, સદ્ગુરુઓ જ આવે છે. ભૌતિકક્ષેત્રમાં ભગવાન બધે પહોંચી શકતા નથી માટે માતાનું સર્જન આધ્યાત્મિકક્ષેત્રમાં પરમાત્મા પહોંચી શકતા નથી માટે ગુરુનું સર્જન
૧૧૦
જે પુન્યબંધનું કારણ છે. જે સદ્ગતિનું કારણ છે. પરમગતિનું કારણ છે.