________________
વિભાગ-૫
(૧) હિતકારી, પ્રમાણોપેત, રાંધેલું, ભોજન કરનારા, ડાબે પડખે સુનારા, હંમેશા
ચાલવાના સ્વભાવવાળા, મળ-મૂત્રને નહિ અટકાવનારા, અને કામવાસના, વિષયોમાં મનને વશમાં રાખનારા લોકો સદા નિરોગી અને સર્વ રોગોને જીતનારા સદા આનંદી બને છે. ખુલ્લા આકાશનીચે, તડકામાં, અંધારી જગ્યામાં, વૃક્ષ નીચે, સ્મશાનમાં ડાબો સ્વર ચાલતો હોય ત્યારે જમીન ઉપર બેઠા, ચપ્પલ-બૂટ પહેરીને, મેલા વસ્ત્રો
પહેરીને, બે હાથવડે, તૂટેલા વાસણમાં કે કાગળની ડીસમાં ભોજન કરવું નહિ. (૩) એક વસ્ત્ર વીંટાળીને, ભીનું કપડું માથે વીંટાળીને, અપવિત્રતાથી, અતિ લોલુપતાથી
ભોજન નહિ કરવું. ગર્ભપાત કરનાર-કરાવનાર- પંચેન્દ્રિય વિગેરે જીવોની હિંસા કરનાર, હલકા કાર્યો કરનાર, M.C. વાળાના હાથે બનાવેલું, પશુ,
પંખી, કુતરા, ગાયનું એઠું-જૂઠું-સૂધેલું ભોજન નહિ કરવું. (૪) ભોજન કયાં પછીના ભીના હાથ ઢીંચણ ઉપર ફેરવવાથી લાભ થાય છે. (૫) અગ્નિ, નૈઋત્ય, દક્ષિણ દિશામાં સૂર્ય-ચન્દ્રનાં પ્રહણ વખતે અને પોતાના
સ્વજનાદિનું શબ પડ્યું હોય ત્યારે ભોજન કરવું નહિં. ભોજન, સ્નાન, વમન (Vomit) દાતણ, (મુખ શુદ્ધિ), મલ-મૂત્ર ત્યાગ (Toilet)
મૈથુન (sex) કરતી વખતે મૌન રહેવું જોઈએ. (૭) જમતી વખતે દાણા નીચે પડવા દેવા નહિ અને અતિશય તીખા-તમતમતાં,
ખારા-ખાટાં, અતિ ઠંડા કે ગરમ પદાર્થો ખાવા નહિ અને માંદા માણસ પાસે
બેસીને જમવું નહિ. (૮) જમ્યા પછી ઝોકાં આવે તો સમજવું કે વધારે ખાધું છે. (૯) ગુરૂ ભગવંતને સુપાત્રદાન, અતિથિ સત્કાર, સાધર્મિકની ભક્તિ કે અનુકંપાદાના
કર્યા પછીજ ભોજન કરવું. (૧૦) અનાજને વખાણી-વખોડી કે એઠું મુકી જમવું નહિ. (૧૧) પેટ ખાલી થયા પછી જે ખાય તેને તંદુરસ્તી શોધતી આવે. (૧૨) દિવસે કયારેય સુવું નહિ, વારંવાર ખાવું નહિં. (૧૩) જેટલા ભોગવો ભોગ, તેટલા મેળવો રોગ,
ભોગને રોગનો ભય, જીવનને મૃત્યુનો ભય.