________________
વિભાગ-૪
(બ) અગ્ર પૂજા
પ્રતિમાજીની સામે ઉભા રહીને ધૂપપૂજા, (અભ્યુદયકારિણી) : દિપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, ફળપૂજા - સર્વભદ્રા નામની આ પૂજા જીવનમાં ભૌતિકસમૃદ્ધિ આપે છે.
*
(ક) ભાવપૂજા
પરમાત્મા સમક્ષ કરાતી સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, (નિવૃત્તિકારિણી) :ચૈત્યવંદન, ગીત-ગાન, નૃત્ય આદિ -
સર્વસિદ્ધિફલા નામથી ઓળખાતી આ પૂજા પરમપદની પ્રાપ્તિ કરાવે છે. - (વૈરાગ્યકલ્પલતા)
અવસ્થાત્રિક ઃ ૫રમાત્માની વિવિધ અવસ્થા ભાવવી (અ) પિંડસ્થ : જન્મ – પરિકરમાં હાથી પર બેઠેલા દેવોને અને સૂંઢમાં રહેલા કળશને જોઈને. રાજ્ય ઃ પરિકરમાં માલા પકડી ઉભા રહેલા દેવાત્માઓને જોઈને.
શ્રમણ પરિકરમાં રહેલ જિનપ્રતિમાનું મૂંડમસ્તક (કેશ રહિત) જોઈને.
If
(બ) પદસ્થ : પરિકરમાં રહેલ કલ્પવૃક્ષની પાંદડીઓ જોઈને અને અષ્ટપ્રાતિહાર્યને જોઈને.
(ક) રૂપાતિત : પરિકરમાં કાઉસગ્ગ મુદ્રામાં ઉભેલી બે જિનપ્રતિમાઓ જોઈને.
૬) દિશાત્રિકત્યાગ : ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પહેલા જે દિશામાં દેવાધિદેવ બિરાજમાન છે તે સિવાયની બાકીની ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ કરવો, ચિત્તનું ભટકવાનું બંધ થાય છે, ખોટા વિચાર અટકે, તલ્લીનતા પેદા થાય.
૭) પ્રમાર્જના ત્રિક : ઉપયોગપૂર્વક, માર્જના - પૂંજવું તે, ચૈત્યવંદન શરૂ કરતા પહેલા ખેસના છેડા વડે બેસવાની જગ્યાનું ત્રણવાર પ્રમાર્જન.
૮) આલંબન ત્રિક : (અ) મનનું આલંબન - સૂત્રના અર્થમાં
(બ) વચનનું આલંબન – સૂત્રના શુદ્ધ ઉચ્ચારમાં (ક) કાયાનું આલંબન – વિવિધ મુદ્રામાં
| ૧૦૪