________________
વિભાગ-૪
ઉભા ઉભા
( સુત્રોની
પડિસિદ્ધાણે કરણે, કિાણમકરણે પડિક્કમણું
અસહણે આ તહા વિવરીઆ પરણવણાએ અ ૧. આપણે જીવનમાં હિંસા વિગેરે પ્રતિષિદ્ધ કાર્યો કર્યા હોય, અને સામાયિક - ધ્યાન - વિનય – પરોપકાર વિગેરે કરવા જેવા સારા કાર્યો ન કર્યા હોય, રાત્રિભોજન - કંદમૂળ વિગેરેમાં જીવોની હિંસા થાય છે તે વાતો ઉપર અશ્રદ્ધા કરી હોય કે ધર્મની વાતોને અવગણી વિરૂદ્ધ બોલ્યા હોય તો તે પાપોનું દોષોનું પ્રતિક્રમણ કરવું જોઈએ, અને આત્મશુદ્ધિ કરવી જોઈએ. તે પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે.
૦ પાંચ પ્રતિક્રમણ છે. ૧) રાઈ પ્રતિક્રમણ : રાતના લાગેલા પાપોની શુદ્ધિ માટે ૨)દેવની પ્રતિક્રમણ : દિવસનાં લાગેલા પાપોની શુદ્ધિ માટે ૩) પક્ષ્મી પ્રતિક્રમણ : ૧૫ દિવસનાં પાપોની શુદ્ધિ માટે ૪) ચોમાસી પ્રતિક્રમણ ૪ મહિનાનાં પાપોની શુદ્ધિ માટે બોલવાના ૫) સંવત્સરી પ્રતિક્રમણ વર્ષ દરમ્યાનના પાપોની શુદ્ધિ માટે મુદ્રા
શું તમે જાણો છો ? * સવારમાં નવકારશી અને સાંજના ચૌવિહાર પચ્ચકખાણ કરનાર જીવ તીર્થંચ કે
નરકગતિમાં જતો નથી, અને ૧ મહિનો રાત્રી ભોજન ત્યાગ કરવાથી ૧૫ દિવસના ઉપવાસનો લાભ મળે છે. નારકીમાં રહેલા આત્મા અકામ નિર્જરા વડે ભયંકર દુઃખોને સહન કરવાથી સો વર્ષ જેટલા કર્મ અપાવે છે, તેટલા જ કર્મ માત્ર નવકારશીનું પચ્ચખાણ કરનારો જીવ ખપાવે છે. પ્રભાતે કરેલી જિનપૂજા (વાસક્ષેપ પૂજા) રાત્રિનાં પાપોનો નાશ કરે છે. મધ્યાહને કરેલી જિનપૂજા (અષ્ટપ્રકારી) આ જન્મના પાપોનો નાશ કરે છે. સંધ્યાએ કરેલી જિનપૂજા (આરતિ) ૭ ભવનાં પાપોનો નાશ કરે છે. ભાવથી કરેલી પરમાત્માની અષ્ટપ્રકારી વિગેરે એક એક પૂજાનું ફળ અનંત જન્મોનાં પાપકર્મો ખપાવે છે અને પરમપદની પ્રાપ્તિ કરાવે છે. કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાનું સોનુ દાન આપે અથવા સોનાનું મંદિર બનાવે તોજે પુણ્ય બંધાય એના કરતાં વધારે પુણ્ય બ્રહ્મચર્ય પાળવાથી બંધાય છે.