________________
વિભાગ-૪ પ્રતિક્રમણનો ઉપદેશ અને ઉપકરણો આપવાનું ફળ
દશ હજાર ગાયોનું એક ગોકુળ હોય છે, એવા ૧૦ હજાર ગોકુળનું દાન આપવાથી જે પુણ્યનું ઉપાર્જન થાય છે તેટલું પુણ્ય કોઈને પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ આપવાથી થાય છે.
૮૪ હજાર દાનશાળા બાંધવાથી જેટલું પુણ્ય મળે તેટલું પુણ્ય ગુરૂને સામુહિક દ્વાદશાવર્ત વંદન કરવાથી થાય છે.
મુહત્ત
* મુહપત્તીનું પ્રમાણ ૧ વેંત ૪ અંગુલ અને એક બાજુ કિનાર હોવી જોઈએ. ૫૫૦૦ સોનામહોર ખર્ચ કરીને જીવાભિગમ, પક્ષવણા, ભગવતીસૂત્ર વગેરે આગમ લખાવવાથી અથવા ૫૫૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપવાથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય એક મુહપત્તીના દાન આપવાથી પ્રાપ્ત થાય છે. માસક્ષમણની તપશ્ચર્યા કરવાથી અથવા જીવરક્ષાને માટે ૧ ક્રરોડ પિંજરા બનાવવાથી જે પુણ્ય મળે તેવું પુણ્ય એક કટાસણું આપવાથી મળે છે. કટાસણું ત્રસકાયની જીવરક્ષાને માટે હોવાથી ઉનનું જ હોવું જોઈએ. એનું પ્રમાણ ૨૪ × ૨૧ (૧ા હાથ) હોય છે.
* પ્રતિક્રમણ, સામાયિક વગેરેમાં જયણાપાલનનું સાધન ચરવળો છે. કટાસણું તેનું પ્રમાણ ૩૨ અંગુલ હોવું જોઈએ. (૨૪ અંગુલ દાંડી, ૮ અંગુલ દશી) ૨૫૦૦૦ શિખરબંધી જિનાલય બંધાવવાથી અથવા ૧૦૦ થાંભલાથી યુક્ત બાવન જિનાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય ૧ ચરવળાનું દાન આપવાથી થાય છે.
चरवलो.
૫૦૦ ધનુષ્ય પ્રમાણ ૨૮ હજાર પ્રતિમા ભરાવવાથી જે પુણ્ય થાય છે તે એક સમયની ઈરિયાવહિયં કરવાથી થાય છે.
* જે મણિજડિત સુવર્ણની સીડીથી યુક્ત હજાર સ્થંભયુક્ત ઉંચુ, સુવર્ણના તળીયાવાળુ જિનમંદિર નિર્માણ કરાવે છે, એનાથી પણ વધારે ફળ તપયુક્ત એક પૌષધ કરવાથી મળે છે.
૧ લાખ યોજન પ્રમાણ જંબુદ્વિપમાં જેટલા પર્વત છે તે બધાં જ સોનાના થઈ જાય અને નદીની જેટલી રેતી છે તે બધી રેતીના કણ કદાચ રત્નના બની જાય અને આ બધાનું કોઈ દાન કરે તો પણ સંસારમાં ન્યાય, નીતિ, સદાચારથી ઘર ચલાવતા માણસને એક દિવસમાં લાગતા પાપની શુદ્ધિ થતી નથી.
૧૦૦