________________
| વિભાગ-૩
નભી હમ લાવીશું-પોપ નવી દિલ્હીમાં નેહરૂ સ્ટેડિયમમાં નામદાર પોપ પોલ બીજાએ દિવાળીને દિવસે જ 90,000 ક્રિશ્ચયનોની પ્રાર્થનાસભા રાખેલી. લગભગ તેટલી જ હાજરીમાં તેને સંરક્ષણ કવચ પુરૂ પડાયેલું. દિલ્હી અને આજુબાજુના રાજ્યોની પ૫,૦૦૦ પોલીસ અને ૩,૫૦૦ જેટલા આમિ કમાન્ડોની એક્સ્ટ્રા ડ્યુટીમાં ભારત સરકારને ૩.૨૦ લાખનો ખર્ચ થયો છે. આ સરકારી ધાર્મિક-મહેમાને મહેમાન તરીકેની શાન જાળવી નથી. દિવાળીને દિવસે ૧૨૦ જેટલાં ભારતનાં સન્માનીય વ્યક્તિઓએ દિલ્હીના અખબારમાં પ્રથમ પાને જાહેર ખબર આપીને ભારતમાં ધર્માન્તર રોકવાની પોપને અપીલ કરેલી. ઉલ્ટાનું ૭૦,૦૦૦ની ખ્રિસ્તીઓની સભા માં ૯૦ ટકા કેરળનાં ખ્રિસ્તીઓ હતા તેમને પોપે “એકલેસીયા ઈન એશિયા' નામના ખતપત્રને રજૂ કરીને ૨૧મી સદીમાં એશિયા અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વધારવા સંદેશ આપેલો ! તેમણે કહ્યું કે પ્રથમ ૧,૦૦૦ વર્ષમાં યુરોપમાં ખ્રિસ્તી ધર્મ ફેલાયો. બીજા ૧,000 વર્ષમાં (મીલેનિયમમાં) આફ્રિકા અને અમેરીકન દેશોમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો હવે ત્રીજા મિલેનીયમમાં એટલે કે ૨૧મી સદીમાં એશિયામાં કેથોલીક ધર્મનું ચક્ર ફેરવવાનું છે. કાઠીયાવાડની ભાષામાં આવી રીતે લોંઠકાઈ કરીને પોતાની વાત આગળ કરનાર વ્યક્તિને લાંઠ કહે છે. સામાન્ય વ્યક્તિને ડાંડ કહે છે.
વિદેશનાં અખબારોમાં ભારતમાં ખ્રિસ્તી ધર્મીઓ ઉપર અત્યાચારનાં બોગસ ખબરો છપાવવા પાછળ એક કાવતરું છે. ખાલીસ્તાનની માગ કરીને પછી શીખો ઉપર અત્યાચારો થાય છે તેવા ખબર ખાલીસ્તાનીઓ લંડનના અખબારમાં છપાવતાં. એ પછી આ કહેવાતા ખાલીસ્તાનીઓ પંજાબના યુવાનોને લંડનમાં આશરો લેવા પ્રેરતા. અખબારનો હવાલો આપીને લંડન આવેલા બેકાર શીખો કહેતા કે અમને ભારત સરકાર રંજાડે છે એટલે અમે રાજકીય આશરો લેવા બ્રિટન આવ્યા છીએ. કહેવાતા ખાલીસ્તાનીને આવા બેકાર યુવાન દીઠ રૂ. ૨ લાખનું કમિશન મળતું. એ પગલે હવે કેટલાંક વેપારી ક્રિશ્ચિનો ભારતમાં ખ્રિસ્તીની રંજાડ થાય છે તેવા ખોટા કે વધુ પડતા અહેવાલો છપાવીને ઈમિગ્રેશન ધંધા કરવા પ્રેરાયા છે.
તેઓએ “એક્લેસીયા ઈન એશિયાના” ડોક્યુમેન્ટ દ્વારા અને તેના ઉદ્ગારો દ્વારા લક્ષ્ય રાખ્યું છે કે જગતભરમાં માત્ર એક્સકલ્યુઝીવલી ખ્રિસ્તી ધર્મ અને તે પણ રોમન કેથલીક ધર્મ જ બધા પાળતા હોય. નામદાર પોપ ભારતમાં શાંતિ ફેલાવવાને બદલે ખ્રિસ્તીઓને ઉશ્કેરી ગયા છે.