________________
વિભાગ-૩ નામદાર પોતે પ્રથમ ૧,000 વર્ષમાં યુરોપમાં કેથોલીક ધર્મ ફેલાવ્યાનું કહાં પણ એ પછી કોઈ ભારતનાં અંગ્રેજી અખબારે તે વાતોનું એ રીતે ખંડન ન કર્યું કે એ કેથલીક ઘર્મનો ફેલાવો કેવી કેવી યાતનાઓ પરધર્મી ઉપર કરીને અને પ્રોટેસ્ટંટ કે બીજા પંથનાં ખ્રિસ્તીઓ ઉપર જુલમ કરીને ધર્મપરિવર્તન કરેલું. છસ્સો છસ્સો વર્ષ સુધી “ઈન્કવીઝીશન' ને નામે ધર્મ પરિવર્તન કરનારા લગબગ ૧૦ લાખથી ૧ કરોડ પરધર્મી લોકોને મારી નંખાયા હતા. તેમ જહોન કોર્નવોલ નામનાં અંગ્રેજ પત્રકાર તા. ૨૩.૮.૯૮ના સનડે ટાઈમ્સની ખાસ પૂર્તિ જે ભારતમાં આવતી નથી તેમાં લખેલું. સીસ્ટર લેવાનીયાબન નામની સાધ્વીએ અન્ય ધર્મીઓ ઉપર કેથોલીકોએ કરેલા ત્રાસ બદલ નામદાર પોપને માફી માગવા કહેલું. એટલે ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ માફી માગવાનું કહે છે તેની કેથોલીક કાર્ડનલ મજાક કરે છે તો તેવી માફી માગવાનું ખ્રિસ્તી ધર્મના અન્ય વિદ્વાનો પણ કહે છે. ૨૨.૧.૧૯૯૮ના રોજ નામદારે પોપના જમણા હાથ જેવા કાર્ડીનાલ જોસેફ રેટઝીંગરે પોતે જ એકરાર કરેલો કે ૬૦૦ વર્ષની ઈન્કવીઝીશનની ફાઈલો જોઈને પછી નામદાર પોપ અન્ય ધર્મી ઉપર ખ્રિસ્તીઓની ઉપર ધર્માતર માટે થયેલા અત્યાચાર બદલ માફી માગશે. આજે પણ ઘણા કેથોલીક ધર્મીઓ જેમણે ધર્માન્તર સ્વીકાર્યું છે તેની દાનત ઉપર શંકા કરીને તેમને ખરા કેથોલીક તરીકે વેટીકન સ્વીકારતું નથી તેમ સ્વીસ કેથોલીક થીઓલોજીયન હાન્સ કંગ કહે છે.
કેરળનાં ઘણા ખ્રિસ્તી કેથોલીક કેથોલીસીઝન ઉપર શંકા કરાય છે. તેમને કોઈને ઉંચી પાયરી મળતી નથી કે વેટિકનમાં જવા મળતું નથી. એ ઓરમાયા કેથોલીક છે. ૧૪૭૮ની સાલમાં પોપ સીકસટસ ચોથાએ યહુદીને અને મુસ્લિમો ઉપર ત્રાસ કરીને ધર્મપરિવર્તન કરાવ્યું પણ પછી તે બધાની દાનત ઉપર શંકા જતાં ૧ લાખ લોકોને જીવતા સળગાવ્યા હતા. જહોન કોર્નવોસ કહે છે કે જર્મનીની ૧૦,૦૦૦ સ્ત્રીઓને સળગાવી દેવાઈ હતી. ધર્મપરિવર્તન કર્યા પછી પણ આવા જુલમો થયેલા.
કેરળમાં “જિહોવાહ વિટનેસીસ નામનો ખ્રિસ્તીપંથ પણ અલગ ચોકો રાખે છે. જગતભરમાં આવા ૩૧ લાખ ખ્રિસ્તીઓ છે. તેની કેથોલીકો આભડછેટ રાખે છે અને તે વાઈસવર્યા છે એટલે કે આપસની આભડછેટ છે. આ જિહોવાહ વિટનેસીસના ખ્રિસ્તી માને છે કે જગતમાં કઠણાઈઓ વધશે ત્યારે ઈશુનો નવો અવતાર થશે આ ખ્રિસ્તીઓ જગતના કોઈ રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીતને માન આપતા નથી. જે દેશમાં લશ્કરમાં ભરતીનો ફરજીયાત કાનૂન હોય તે પણ માનતા નથી.
ભારતના પ્રજાસત્તાક દિને કે આઝાદીની ૧૫મી ઓગસ્ટને માનતા નથી. કેરળના કોટ્ટાયમ શહેર નજીક કિંદગૂર ગામે આવેલી સ્કુલના જિહોવાહ પંથનાં બાળકોએ