________________
વિભાગ-૩ પણ તેણે “દયા દાન એ પુણ્ય છે, જિનશાસને અનુકૂલ નથી વગેરે વાતનો પ્રચાર કર્યો, પોતાની હઠ ન છોડી. ઘણું સમજાવ્યા છતાં પાછાં ન ફર્યા. ત્યારે ૧૨ સાધુઓએ તેની વાતનું સમર્થન કર્યું. આખરે અલગ થઈને ૧૩ સાધુ બગડી (રાજ.) ગયા. ત્યાં. વિ. સં. ૧૮૧૮ માં પુનઃ દીક્ષા લઈ નવા પંથની સ્થાપના કરી.
સંસ્થાપક હોવાથી ભિખમજીને આચાર્ય બનાવ્યા. કુલ તેર હોવાથી એ પંથ તેરાપંથના નામે પ્રસિદ્ધ થયો.
તેરાપંથની વંશાવલિ આ પ્રમાણે છે. ૧. ભિખમજી ૨. ભારમલજી ૩. રાયચન્દ્રજી ૪. જીતમલજી ૫. મેઘરાજજી ૬. માણેકલાલજી ૭. ડાલચન્દ્રજી ૮. કાલુરામજી ૯. તુલસીજી ૧૦.આચાર્ય મહાપ્રજ્ઞા ૦ ક્રિયોદ્ધારક પં. સત્યવિજયજીનો જન્મ અનુમાનથી વિ. સં. ૧૬૫૬માં લાંડનુ - મરુધરદેશ (રાજસ્થાન) માં થયો. ફૂગળગોત્ર ઓશવાલ વંશ - સંસારી નામ શિવરાજ સં. ૧૬૭૧માં પૂ. સિંહસૂરિના હસ્તે તેમની દીક્ષા થઈ. તેમણે મહાન ક્રિયોદ્ધાર કર્યો. શિથિલતાનો પર્દાફાશ કર્યો.
સં. ૧૭૫૬ માં તેમનો સ્વર્ગવાસ પાટણમાં થયો. • પંન્યાસ સત્યવિજયના ભાઈ લલ્લુભાઈ લાભાનંદ હતા. (કદાચ આનંદધનજી હોય)
તે શક્ય છે. આત્મારામજી મ. તત્ત્વાદર્શમાં લખે છે – શ્રી સત્યવિજયગણિજી ક્રિયાકા ઉદ્ધાર કરકે આનંદધનજીકે સાથ બહુત વર્ષ તક વનવાસમેં રહે ઔર બડી તપશ્ચર્યાદિક યોગાભ્યાસાદિ કીયા. યોગિરાજ આનંદધનજીનો સમય આશરે વિ. સં. ૧૬૬૦ થી વિ. સં. ૧૭૩૦ સુધીનો ગણાય. તેમનો જન્મ સ્વર્ગભૂમિ મેડતા (રાજસ્થાન - મારવાડ) છે. મહોપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, સત્યવિજયજી ત્રણે સમકાલીન મહાપુરુષ
હતા. અનુક્રમે જ્ઞાન, યોગ અને ક્રિયાનું સુભગ મિલન હતું. • મહોપાધ્યાય યશોવિજયજીનું સ્વર્ગગમન વિ. સં. ૧૭૪૩માં ડભોઈ ગામે થયું. ૦ વિ. સ. ૧૯૩૦, વૈ. સુ. ૫ ઘાણેરાવમાં ના રાજેન્દ્રસૂરિ (ત્રિસ્તુતિક) આચાર્યપદવી થઈ. જેમણે ત્રિસ્તુતિક મતની સ્થાપના કરી.