________________
પરદેશમાં જૈન ધર્મ : 1 બ્રિટનમાં અને ખાસ કરીને બૃહદુ લંડનના બ્રેન્ટ અને હેર વિસ્તારની શાળાઓમાં જૈન ધર્મના શિક્ષણને દાખલ કરવાના પ્રયાસોમાં સફળતા સાંપડી ચૂકી છે. આ લેખક બને વિસ્તારની શૈક્ષણિક કમિટીમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. નવા જમાનાને અનુલક્ષીને આધુનિક વૈજ્ઞાનિક સાધને જેવાં કે ઓડી, વિડીયે, કૉપ્યુટરનો ઉપયોગ કરીને જૈન સિદ્ધાંતને સમજાવવાને તથા જૈન ધર્મને પ્રચાર કરવાને સદ્-વિચાર અમલમાં મૂકવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
જૈન સમાજ યુરેપ સંચાલિત જૈન સેન્ટર, લેસ્ટર
ઇંગ્લેન્ડમાં લેસ્ટર આમ તે નાનું કહી શકાય તેવું શહેર છે. શહેરની વસ્તી પણું ત્રણથી ત્રણ લાખ છે. આ શહેરમાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે. લગભગ ૪૦,૦૦૦ ગુજરાતીઓ અહીં વસે છે અને તેમણે મીની ગુજરાત અહીં ઊભું કર્યું છે. અહીં ભારતીય ધર્મસંસ્કૃતિ અને ભાષાને જાળવી રાખવાના અથાગ પ્રયત્ન થાય છે. લેસ્ટરની ગુજરાતી સંસ્થાઓ ગુજરાતની અસ્મિતાને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરે છે. અહીં ગરબા-રાસથી માંડીને સહકુંડી યજ્ઞ અને રામ-પારાયણ જાય છે.
લેસ્ટરના રાજમાર્ગ બેલગ્રેવ રેડ પર અનેક ગુજરાતી – ભારતીય દુકાને છે, જ્યાં ભારતીય લેકેની ભીડ જોવા મળશે.
જૈનોની વાત કરીએ તે લેસ્ટરમાં આમ તે લગભગ