________________
18 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪
આ પ્રાચીનકાળમાં જેને – બૌદ્ધોનું એક વિદ્યાધામ તક્ષશિલા પણ હતું. ભગવાન રાષભદેવ અને બાહુબલીજી નામે તક્ષશિલા સાથે સંકળાયેલાં છે. - સમ્રાટ સંપ્રતિએ પિતાને પૂજ્ય પિતા કુણાલના શ્રેયાર્થે તક્ષશિલામાં જૈન મંદિર બંધાવ્યું હતું. શત્રય તીર્થને જીર્ણોદ્ધાર કરનારમ હવાના શ્રેષ્ઠિ જાવડશાહ ભગવાન અષભદેવની મૂતિ તક્ષશિલાથી લાવ્યા હતા અને શત્રુજ્ય પર મૂળ નાયક તરીકે સ્થાપના કરી હતી.
સિયાલકેટમાં સંવત ૧૭૦૯માં જિન મંદિર હતું.
લાહેરથી ૪૭ માઈલ દૂર આવેલા ખાનકા ડોગરા નામના સ્થળે શ્રીસંઘે સંવત ૧૯૮૩માં શ્રી શાંતિનાથ ભગવાનનું રમણીય શિખરબંધ મંદિર બંધાવ્યું હતું. ભાગલા પહેલાં માત્ર અગિયાર વર્ષ પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી.
રામનગરમાં (અકાલગઢથી છ માઈલ દર) પાર્શ્વનાથ ભગવાનનું મંદિર, ખૂબ જ વિશાળ અને ભવ્ય હતું. પંજાબમાં તેને જેટો નહોતે. મૂળ નાયકની પ્રતિમા ઉપર સંવત ૧૫૪૮ને લેખ હતું. આ મંદિરનું શું થયું હશે?
આ ઉપરાંત ભેરા, લાહોર, પિડદાદખાન, કાલાબાગ બનુ, મુલતાન, ડેરાગાઝીખાન, જીરા, કરાંચીમાં જૈન મંદિરે હતાં. મુલતાનની ચુડીસરાઈ બજારમાં શિખરબંધ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર હતું. શત્રુંજય તથા ગિરનારના સુંદર પટ્ટ પણ હતા.