________________
પરશમાં જૈન ધર્મ : સાથે જૈન કર્મગ્રંથ જેવા ગ્રંથે પણ શીખવાતા હતા. ભાગલા બાદ આ સુંદર પ્રવૃત્તિને અંત આવે.
આ. શ્રી વલ્લભવિજ્યજીએ લાહેરમાં પંજાબના શ્રીસંઘની વિનંતીથી સં. ૧૯૮૧માં આચાર્યપદ સ્વીકાર્યું હતું. વલ્લભવિજયજી આચાર્ય ૧૯ જેટલાં ચોમાસાં પંજાબમાં કર્યા હતાં. પિતાના પ્યારા ગુજરાનવાલા તરફ તેમને અનન્ય સદૂભાવ હતે. ભાગલા પહેલાં જ્યારે હિંદુમુસલમાને એકબીજાની કલેઆમ કરતા હતા અને રહેવાનું તદન બિન-સલામત હતું ત્યારે જ છેલ્લી ઘડીએ તેમણે ગુજરાનવાલાને છેલ્લા પ્રણામ કર્યા અને અમૃતસર આવ્યા. આવતા પહેલાં ગુજરાનવાલામાં પિતાના દાદાગુરુના સમાધિ મંદિરનાં દર્શન કર્યા. તેઓએ ભાગલા બાદનાં પર્યુષણ પાકિસ્તાનમાં કરીને પછી જ ત્યાંથી કાયમની વિદાય લીધી હતી.
તેમના જીવન અને કાર્યની યાદ રૂપે અત્યારે દિલ્હીમાં આત્મ વલ્લભ સ્મૃતિ મંદિર આકાર લઈ રહ્યું છે. અહીં ભવ્ય દેરાસર અને જ્ઞાનમંદિર – જ્ઞાન ભંડારનું આયોજન થયું છે. પાકિસ્તાનથી લાવેલી અનેક જૈન હસ્તપ્રતો અહી સાચવી રાખવામાં આવેલ છે. પાકિસ્તાનનાં જૈન દેરાસરે
પાકિસ્તાનમાં ગયેલાં ગામે અને ત્યાંનાં જૈન દેરાસરેની માહિતી હવે મળવી મુશ્કેલ છે. ઘણાં દેરાસરે – કદાચ બધાં જ ધરાશાયી થયાં હશે. કુદરતની અકળ લીલાને પાર પામવો મુશ્કેલ છે. જૈન દર્શન-૩