________________
પ્રભા]
ચાર પ્રકારના યોગનું વર્ણન
૭૫
સંક૯૫ની સૃષ્ટિ જેમાં મનુષ્યના અંતરના સંકટપાનુસાર તેનું બાહ્ય જગત ચાલે છે તે અનુભવાય છે. આવી સ્થિતિ થયે શબ્દના ત્રણ પ્રકારના અર્થો તેને સમજાય છે. શબ્દનો પ્રથમ પ્રકારને કનિષ્ઠ અર્થ મનુષ્યને આધિભૌતિકપ્તાન આપે છે, તેને મધ્યમ પ્રકારને અર્થ આધ્યાત્મિકજ્ઞાન પ્રકટ કરે છે, ને તેને ઉત્તમ પ્રકારનો અર્થ આધિદૈવિકજ્ઞાન બતાવે છે. અભ્યારીને જ્યારે આવો અનુભવ થવા માંડે ત્યારે જાણવું જે તે અભ્યાસને શ્વાસ નવ આંગળપર આવેલ છે.
આદરપૂર્વક ઉપર અભ્યાસ ચાલુ રહેવાથી તે અભ્યાસીને કંઠ ને ભૂકુટિચક્રભણી પળે, લીલે, ને ધોળો રંગ વ્યાપેલો જોવામાં આવે છે, અને ગુદા ને નાભિચક્રભણ રાતો ને કાળો રંગ દર્શાય છે. આવો દેખાવ થવાને હેતુ શરીરમાં પાંચ ભૂતનાં પરમાણુઓ બદલાય છે તે છે. આમ બનવાની સાથે ચિત્તને બાહ્યવેગ પણ ઉત્તરોત્તર શાંત પડતો જાય છે. મા સર્વ બનાવ અભ્યાસીને શ્વાસ જ્યારે આઠ આંગળ પર હોય છે ત્યારે તેને અનુભવાય છે.
પ્રાણિ માત્રને વિષે રહેલી પ્રાણલારૂપ કુંડલિની જે દશ્યની વાસનાઓના આધારૂપ છે તે દર્શાય, તથા પિતાના પ્રત્યેક સંકલ્પનું પરિણામ સમજી શકાય, ને મસ્તકમાંથી ચંદ્રામૃત ટપકવા લાગે ત્યારે તે અભ્યાસીએ જાણવું જે પિતાનો શ્વાસ સાત આંગળપર રહે છે.
અભ્યાસીને પણ નિર્મલ થઈ જ્યારે તેની છ આંગળપર સ્થિતિ થાય છે ત્યારે તે રાધકને સ્વશરીરને વિષે ચૌદ લોકો તથા દેવાની અનુભવ થાય છે.
જ્યારે શ્વાસનો પાંચ આંગળપર સ્થિતિ થાય ત્યારે તે સાધક જે જે દેવના દર્શનની દૃઢ ઇચ્છા કરે છે તે દેવનાં તેને બ્રાંતિરહિત દર્શન થાય છે.
મને રાજ્યને જિતવાથી મુમુક્ષુનું મન જ્યારે વૃત્તિશય થાય છે