SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રીÀાગકૌસ્તુભ [ છઠ્ઠી તે પેાતાના આત્માના બ્રહ્મથી અભેદ બ્રહ્મરંધ્રમાં સમાધિકાલે અનુભવે છે. શરીરની અંતરના પવન બહુધા નાસિકાની બહાર બાર આંગળ જાય છે, તે પવનને કૈવલકુંભકદ્રારા નિરાધ કરવાથી યાગીને સમાધિલાભ થાય છે. એ પવનના સર્વભણીથી એકેક આંગળ નિાધ થવાથી યાગીને કેવા અનુભવ થાય છે તે નીચેના લખાણથી જાણવામાં આવશેઃ— ગુદ્દાને દબાવી રાખી અપાનવાયુને ઊર્ધ્વ કરવાથી તથા મુખ અંધ રાખી નાસિકાવડે મંદ મંદ શ્વાસ લેવાવડે નાડીઓની શુદ્ધિ થવાથી પ્રાણવાયુ જ્યારે મેરુદંડમાં (ખરડાની કરાડમાં ) રહેલી રાષુમ્હામાં પ્રવેશ કરી કંચક્રભણી જવા લાગે ત્યારે સુષુમ્હાના પ્રવાહમાં અખંડ જ્યાતિ દેખવામાં આવે છે, પ્રાણાની ગતિ સ્થિર થયેલી દેખાય છે, અને તેનું જવુંઆવવું ચુદાથી કંઠસુધીમાં સીધું જણાય છે, કુંડલિની ઊઁધી પડવાના આરંભ કરે છે, વિષયવાસનાની નિવૃત્તિ થવા માંડે છે, તે શરીરનું નિર્મૂલપણું તથા સર્વે શા દૂર થવા લાગે છે. જ્યારે આમ થાય ત્યારે જાણવું જે પ્રાણનિરોધના અભ્યાસીના શ્વાસના વેગ નાસિકાની બહાર અગીઆર આંગળપર રહેલા છે. ઉપરની પ્રાણના ખાદ્યવેગને અંતર્મુખ કરવાની ક્રિયા રાત્રિદિવસ યથાશક્તિ અભ્યાસ કરતા રહેવાથી અભ્યાસીના પાંચે પ્રાણા સુષુમ્હામાંનાં ષટ્ચક્રોનું ભેદન કરવાસારુ મેરુદંડમાં જવાના યત્ન કરે છે. તે વેલા અભ્યાસીના ચિત્તની નિદ્રાના જેવી સ્થિતિ થઇ તેનું આખું શરીર શિથિલ થઈ જાય છે, તે શરીરમાંની સર્વ નાડીએ લગભગ રતંભાકારે ઊભી થઈ જાય છે. આવી સ્થિતિ થયે અભ્યાસીના ચિત્તમાં શૌર્યાદિક ગુણાની વૃદ્ધિ થાય છે, અને વિયેાની તૃષ્ણા નાશ પામવા માંડે છે. જ્યારે આમ થવા લાગે ત્યારે જાણવું જે તે અભ્યાસીના શ્વાસની ગતિ દૃશ આંગળપર રહેલી છે. પરમાત્મયૈાતિનું ધ્યાન કરવાથી તથા શ્વાસનું અંતર આકર્ષણ કરવાથી મનના ખીજા સંદ્ધા નાશ પામે છે, ને કાંઈક અન્યક્ત
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy