________________
૭૬
શ્રીયોગકૌસ્તુભ
છઠ્ઠી ત્યારે તે મૌનભાવને પામે છે. મનમાંથી બાહ્ય વિષયનું કુરણ બંધ થવાથી જ્યારે જીવાત્માની સ્વસ્વરૂપમાં સ્થિતિ થવા માંડે છે ત્યારે મેક્ષસાધકને સર્વ સૃષ્ટિનું મિથ્યાપણું સ્પષ્ટ દર્શાય છે, ને તેની પ્રાણુકલા
તથા ચિત્તકલા ભકુટિચક્રમાં સ્થિતિ કરવા માંડે છે. આ વિષયને ' યથાર્થ અનુભવ તેને શ્વાસ જ્યારે ચાર આંગળપર રહે ત્યારે તે મેક્ષસાધકને થાય છે.
મુમુક્ષુની મનોવૃત્તિ સ્થિર થવાથી ભવિષ્યમે જે બનાવ આ સૃષ્ટિમાં બનવાને હેય તેવા પ્રકારને સંક૯પ તે સાક્ષસાધકના ચિત્તમાં ઉત્પન્ન થતે અનુભવાય છે. આ સંકલ્પદ્વારા પ્રાણિપદાર્થનું ભવિષ્ય 'જાણી શકાય છે. અભ્યાસીને આવા પ્રકારેને અનુભવ ત્રણ આંગળપર તેને શ્વાસ રહેવાથી થાય છે.
પ્રાણુકલા નિયમમાં આવી જ્યારે પિતાનામાં પરકાયાપ્રવેશનું સામાર્થે આવેલું જણાય ત્યારે મેક્ષસાધકે જાણવું છે તેને શ્વાસ બે આંગળપર રહેલે છે.
પ્રાણ, તૈજસ ને વિશ્વરૂપ છવભાવની નિવૃત્તિ તુરીયરૂપ છે એ તુરીયરૂપ આત્મા અવિકારી છે. એ અવિકારી, નિરાકાર ને નિરંજનરૂપ આત્મસ્વરૂપમાં મેક્ષસાધકની ચિત્તવૃત્તિનું વિશેષ સ્થિર પણ થવાથી શ્વાસાદિક સ્થિર થઈ તેની બાહ્યચેતના અસ્પષ્ટ થવા માંડવાથી તેનું શરીર નિચેષ્ટ થવા લાગે છે. આ સ્થિતિ થાય ત્યારે એક આંગળપર રહે ત્યારે થાય છે, અને એ એક આંગળની સ્થિતિ પણ જે બંધ પડે તે તે મક્ષસાધકની બ્રહ્મમાં સ્થિતિ થાય છે.
અભ્યાસહારા પૂર્વોક્ત સંધિસ્થાનમાં કુંભક વિશેષ સમય રહેવાથી મેક્ષસાધક પિતાના તૈજસનો મનચક્રમાં પ્રવેશ કરાવી શકે છે. આ મનચની (હપની) આઠ પાંખડી છે, અને તે પ્રત્યેક પાંખડીમાં તેજસના નિવાસથી કેવી રીતે મનવૃત્તિઓ ઉપજે છે તે નીચેના કોષ્ટકથી જિજ્ઞાસુના જાણવામાં આવશે