________________
પ્રભા ]
ચાર પ્રકારના ચાગનું વર્ણન
હૃદયભણી પાછા વળવા શરુ થયા ન હેાય ત્યાંસુધી તે સ્વાભાવિક ખાદ્યકુંભક કહેવાય. આ બેમાંને કાઇ પણુ કુંભક અભ્યાસવડે વધારવા તે પણ હઠયોગની યા કહેવાય છે.
૧
સ્થાનભેદથી તથા ક્રિયાભેદથી પ્રાણના પાંચ પ્રકાર ગણેલા છે. જેનું હૃદય સ્થાન અને ક્ષુધાપિપાસા ક્રિયા તે પ્રાણુ, જેનું ગુદા સ્થાન તે મલમૂત્રને નીચે લઈ જવાં એ ક્રિયા તે અપાન, જેનું નાભિ સ્થાન અને ભુક્તપીત અ· નજલને પાચનયાગ્ય સમ કરે તે સમાન, જેનું કંઠે સ્થાન ને શ્વાસ ક્રિયા તે ઉદાન, અને જેનું સર્વ શરીર સ્થાન તે રસમેલન ક્રિયા તે ઘ્યાન કહેવાય છે. નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત તે ધનંજય એ પાંચ ઉ પ્રાણ કહેવાય છે; અને ઉદ્દગાર, ( એડકાર, ) નિમેષોન્મેષ, છીંક, જમાઇ ( બગાસાં ) તે મૃતશરીરને ફૂલાવવું એ તેમના અનુક્રમે ધમેૉ છે.
સ્થૂલશરીરને ગતિમાં મેલનાર સુક્ષ્મશરીર છે. એ સૂક્ષ્મશરીરમાં ચિદાભાસસહિત અર્પનીકૃત પંચમહાભૂતથી ઉપજેલાં સત્તર તત્ત્વો રહેલાં છે. પાંચ પ્રાણ; પાંચ ાનેંદ્રિય–કાન, ત્વચા, આંખ, જિહ્વા ને નાક; પાંચ કમેંદ્રિય–વાણી, હાથ, પગ, લિંગ ને ગુદા; અને મન તથા બુદ્ધિ એ સત્તર તત્ત્વાનાં નામ છે. એ તત્ત્વામાં મન, બુદ્ધિ તથા પાંચ પ્રાણ એ તત્ત્વા આગળ ડતાં છે, તેમાં પણ પ્રાણ પ્રધાન છે, એટલે કે સ્થૂલશરીરમાં તથા સૂક્ષ્મશરીરમાં સારભૂત પ્રાણ છે, એ પ્રાણના ખલથીજ ઇંદ્રિયદ્વારા અંત:કરણની વૃત્તિ બહાર ઘટાદની સમીપ જાય છે. પ્રાણુના સાહાર્યાના અંત:કરણ ( મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ) કાંઈ ક્રિયા કરી શકતું નથી. પ્રાણના નિરોધથી અંત:કરણના નિરાધ થાય છે, અને પ્રાણુના સંચારથી અંત:કરણના સંચાર થાય છે. ષ્ટિસૂક્ષ્મશરીરના અભિમાની ચૈતન્યને તેજસ, અને સમષ્ટિમશરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ॰ કહે છે. ઉક્ત તેજસ સ્થૂલશરીર
૧ તૈજસ તથા હિરણ્યગર્ભનું સ્વરૂપ સમજવામાટે જીવ તથા ઈશ્વરનાં ઉપાધિભેદે થતાં ચાર સ્વરૂપે! જાણવાની અગત્ય છે. જેમ