SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ગના પૂર્વ પક્ષેનું નિરાકરણ ૫૭ શંકા:-માણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ વિતંડા, હેત્વાભાસ, ઇલ, જાતિ ને નિગ્રહસ્થાન બે સેળ પદાર્થોનું કિવા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય ને અભાવ એ સાત પદાથોનું ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષાએ જ્ઞાન થયે દેહમાં આત્મપણની ભ્રાનિરૂપ મિથ્યાતાનને નાશ થાય છે. મિથ્યા. નાનને નાશ થયે દેષ (રાગદ્વેષ) મટે છે. દેશની નિવૃત્તિ થયે પુણ્ય પાપરૂપ પ્રવૃત્તિ અટકે છે, તે પ્રવૃત્તિ અટકવાથી શરીરસંબંધરૂપ જ મને અભાવ થાય છે અને જન્મને અભાવ થવાથી શરીર, શ્રોત્ર, ચા, નેત્ર, રસના, ઘાણ ને મન એ છ ઈદ્રિયો; છ ઈંદ્રના છ વિષય છ ઇંદ્રિયનું છ પ્રકારનું જ્ઞાન, સુખ ને દુઃખ એ એકવીશ પ્રકારનાં દુ:ખનો અત્યંત ભાવ થઈ વ્યાપક આભા પ્રકાશ( રૂાન રહિત જડપણે સ્થિત થાય તે રૂપ મોક્ષ મળે છે. એ મેક્ષ ફક્ત પદાર્થોના જ્ઞાનથી થાય છે, માટે યોગમાં પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા નથી. સમાધાન-સેળ પદાર્થનું કિવા સાત પદાર્થનું યથાર્થ જ્ઞાન થયે ભ્રતિજ્ઞાન ળી જઈ આત્માને જડતાની પ્રાપ્તિરૂપ મોક્ષ થાય છે એમ જે તારું કથન છે તે યુક્તિયુક્ત નથી. પદાર્થોના યથાવિધિ જ્ઞાનથી વૃદ્ધિ તીણ થાય છે, ને તેથી અનુમાન પ્રમાણની નિર્દોષતા સમજવા માં ઉપકાર થાય છે, પણ મોક્ષ થઈ શકતું નથી. પૃથ્વી, જલ, તેજ ને વાયુનાં પરમાણુઓને તથા આકાશ, દિશા, કાલ ને મન પદિને પણ તમે આત્માની પેઠે નિત્ય માને છે તે તે પદાર્થો વિદ્યમાન છતાં આત્માને મોક્ષ કેમ થઈ શકે? તમે આત્માને વ્યાપક માને છે એટલે તે સર્વ પદાર્થો સાથે તેનો સંબંધ છે, ને જ્યારે મત આદિની સાથે તેને સંબંધ રહે ત્યારે મોક્ષમાં પણ વિક્ષેપાદિ ઉપજ્યા વિના કેમ રહે? અદષ્ટના અભાવે મન તથા આત્માના સંયોગને. અભાવ મેક્ષકાલે રહે છે એમ જે તમે કહે તે તે પણ તમારા સિદ્ધાંતાનુસાર ઘટતું નથી, કેમકે તમે આત્માને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy