SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયોગકૌસ્તુભ [ પાંચમી તથા ત્યાં પણ જડાંશમાંથી શરીરનીજ માત્ર ઉત્પત્તિ થાય છે, તે જીવના પ્રવેશથી તેમાં ચેતનતા પ્રતીત થાય છે. પશ્ચિમના કેટલાક વિદ્વાન એ માતેલા ઉત્ક્રાંતિવાદમાં પણ પ્રથમના જીવાની ઉત્પત્તિમાં પરમાણુના સંયેાગમાં ચેતનસત્તા માન્યા વિના નિર્વાહ થઈ શકે એમ નથી, કેમકે આરંભમાં જે નાનામાં નાના જીવ ઉપયા તે તેવા પ્રકારના રસાયનના મિશ્રણથી હુમણાં ઉપજાવી શકાતા નથી. તેમ તેવા જીવા તે રીતે ઉપજાવી શકાશે તેમ અદ્યપર્યંત રસાયનવેત્તાઓને સંભવિત લાગતું નથી. આમ વિચાર કરતાં કોઈ પ્રકારે ચાર ભૂતાનાં જડ પરમાણુ એમાંથી જીવની ઉત્પત્તિ થવી સંભવતી નથી. મારે ભૂતને ચેતન માનવારૂપ ખીજા પક્ષમાં પણ ગૌરવ દ્વેષ છે. જ્યાં એક ચેતનસત્તા માનવાથી નિર્વાહ થઈ શકતા હૈાય ત્યાં ચાર ચેતનસત્તા માનવી એ ઉચિત નથી. ચારે ભૂતામાં જો વિસદશ ચેતનસના કહેા તા તે વિસદશતા કયા પ્રકારની છે તે તમારે જણાવવું જોઈએ, અખંડક રસ નિરવયવ ચેતનમાં વિદૃશતા શેાધવી એ કાચબાનાં રૂંવાડાં શાષવાજેવું છે, માટે ચારે ભૂતસમૂહને સત્તાસ્ફૂર્તિ આપનાર ચેતન નામનું બીજું એક તત્ત્વ સ્વીકારવું એજ વિચારી પુરુષને ઉચિત છે. વાસનાવાળા અંત:કરણસહિતનું ચેતન કર્મોનુસાર ભિન્ન ભિન્ન શરીરે તે ધારણ કરતું પ્રતીત થઇ સુખદુ:ખદિરે અનુભવ કરતું જંણાય છે. તે ઉપાધિવિશિષ્ટ ચેતનનેજ છવ કહે છે. તે જીવતે જ્યાંસુધી પોતાના નિરુપાધિક સ્વરૂપનું ભાન ન થાય ત્યાંસુધી પ્રતીત થતા બંધ નિવ્રુત્ત ન થવાથી તેને મેક્ષ થઇ શકતા નથી. મરજીથી માત્ર સ્થૂલદેહથી લિંગદેહ પૃથક્ થાય છે, પણ મેક્ષ થઈ શકતા નથી. ધનાદિ યથાર્થ સુખનાં સાધન નથી, ઊલટાં તેમાં અતિ રાગ રાખનારને તે પુનઃ પુનઃ જન્મમરણરૂપ દુઃખનાં હેતુ થાય છે. ત્રણ પ્રકારનાં દુ:ખાની ઐકાંતિક તે આત્યંતિકનિત્તિ ને પરમાનંદતી નિત્યપ્રાપ્તિરૂપ મેક્ષ શરીરના લાલનપાલનથી મળ શકતા નથી, પણ સ્વરૂપના જ્ઞાનથીજ થઇ શકે છે, માટે તે સ્વરૂપનું જ્ઞાનજ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy