________________
પ્રભા ]
વિષયદેવદર્શનાદિકથન
સ્ત્રી હોય તે અન્ય જન્મમાં માતા પણ થાય છે. જે પુત્ર હોય એ જન્માંત માં પિતા અને જે પિતા હોય એ જન્માંતરમાં પુત્ર પણ થાય છે. જે માંતરે સ્વામી દાસ થાય છે. ને દાસ સ્વામી પણ થાય છે. પિતાનાં કમ નુસાર માણસો પશુઓને જન્મ પામે છે, ને પશુઓ માણસનો જન્મ પણ પામે છે, અને દેવતાઓ પક્ષી કિવા કીટના જન્મને પણ પામે છે, માટે આ સંસારમાં સર્વ સ્થિતિઓ અસ્થિર છે. મનુષ્યો ક્ષણમ ત્રમાં એશ્વર્યને, ક્ષણમાત્રમાં દરિદ્રપણાને, ક્ષણમાત્રમાં સ્વસ્થપણાને એ ક્ષણમાત્રમાં રેગીપણાને પ્રાપ્ત થાય છે. થોડા દિવસ જુવાનીની શોભા રહે છે, અને થોડા દિવસમાં વળી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થ ય છે. આવી રીતે દેહમાં પણ એકરૂપતા રહેતી નથી ત્યારે બહારની વસ્તુઓમાં એકરૂપતા રહેવાનો શો વિશ્વાસ રાખે? આ સંસારમાં જેનો ફેરફાર થતું નથી એવી આત્માથી ભિન્ન કઈ વસ્તુ નેવામાં આવતી નથી. જન્મવું, વધવું, રૂપાંતરની પ્રાપ્તિ થવી, ઘટવું અને નાશ થવો એ પાંચ વિકારો રાત્રિદિવસની પેઠે પ્રાણુઓને નિરંત લાગુ પડ્યા જ કરે છે. સ્ત્રી, પુત્ર, ધન, ગૃહ, બાંધવો, દાસે, પિત્રો અને વૈભવ એ સર્વ મૃત્યરૂપી રાક્ષસનું સ્મરણ ન થયું હોય ત્યાં સુધી જ સારાં લાગે છે, પણ મૃત્યુના ભયથી કરેલાને તે સર્વ રસવિનાનું લાગે છે.
સંમોહ, (અવિવેક,) ભય, વિષાદ, નિદ્રા, આલસ્ય, પ્રમાદ, (અવસ્યના કર્તવ્યમાં અસાવધાનતા,) શેક, ભૂખ, તરણ, કૃપણુતા, ક્રોધ, નાસ્તિકતા અજ્ઞાન, મસર, નિષ્ફરતા, નિર્લજજતા, અનવસ્થિતસ્વભાવ, ઉદ્ધતપણું, વિષમતા, અપ્રાપ્ય પદાર્થની તૃષ્ણ, મમતા, રાગ, લેભ, હિંસા, પ્રીતિ, દ્વેષ, દર્પ, અસૂયા, નિરર્થક ચાલ્ય, અગાંભીર્ય, વ્યગ્રપણું, જિગીષા, ધનવિદ્યાવડે અન્યને જિતવાની ઈચ્છા) અર્થોપાર્જન, મિત્રા નુગ્રહ ને ગૃહસ્થાશ્રમને ઉત્સાહ ઇત્યાદિ રાજસતામસત્તિઓથી સંસારી જીનાં ચિત્તો ન્યુનાધિક ઘેરાયેલાં રહે છે. એ રાજસતામસતિઓને વિવેકવૈરાગ્યવડે કમથી નિયમમાં લાવી