SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. શ્રીગકૌસ્તુભ [ત્રીજી શરીરની સ્થિતિને વિશ્વાસ ક્યાંથી હોય? આ સઘળું સ્થાવરજંગમ જગત સ્વપ્નમાં મળેલી સભાના જેવું અસ્થિર છે. સૂકાયેલા સમુદ્ર જેવો મટે કાલે કરીને વાદળાંઓથી વિટાયેલે મોટે પહાડ થઈ જાય છે. મેટા મોટા પર્વતો કાલે કરીને પૃથ્વીની સમાન થઈ જાય છે, કિવા સમુદ્રના તળીઆરૂપ થઈ જાય છે. મોટાં મોટાં નગર ઊજડ થઈ જાય છે, ને ઊજડ પ્રદેશમાં ભવ્ય નગર વસવા માંડે છે. સુંદર લતાઓ, વનસ્પતિ અને વૃક્ષોવાળાં વને દિવસે જતાં વૃક્ષ અને જલવિનાની પૃથ્વીરૂપ થઈ જાય છે. જલ સ્થલરૂપ થઈ જાય છે, અને સ્થલ જલાશયરૂપ થઈ જાય છે. જ્યાં ભયંકર વન જોવામાં આવતું હોય કિવા સમુદ્રના મેટા મોટા તરંગો જોવામાં આવતા હોય ત્યાં કાલે કરીને મોટાં મેટાં નગરે વસેલાં જોવામાં આવે છે. જે સુંદર શરીર આજે રેશમી વસ્ત્રોથી, પુષ્પમાલાઓથી, ચંદનથી ને રત્નજડિત સુવર્ણના અલંકારોથી શણગારાયું હેય તેજ શરીર કેટલેક કાલે નગ્ન, દૂરના ખાડામાં પડેલું તથા વિખાએલું જેવામાં આવે છે, કિવા ભસ્મને ઢગલે થયેલું જોવામાં આવે છે. બાલ્યાવસ્થા, જુવાની, શરીર અને પદાર્થોના સમૂહે અનિત્ય છે, અને તેઓ તરંગેની પેઠે નિરંતર એક સ્વભાવને છોડી બીજ સ્વભાવને પ્રાપ્ત થયા કરે છે. જેમ ઓવાળનાં લાકડાઓને સમૂહ તરંગોથી ફેરફાર પામ્યા કરે છે તેમ આ પ્રાણીઓને સમૂહ કર્મોની ગતિથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. જીવન ઘણા વાયુમાં રહેલી નાના દીપકની શિખાજેવું ચપલ છે, અને સર્વ પદાર્થોની શોભા વીજળીના ઝબકારા જેવી છે. તે દિવસે, તે વૃદ્ધો, તે સંપત્તિઓ અને તે ક્રિયાઓ એ સઘળું જેમ માત્ર સ્મરણમાં જ રહેલ છે તેમ વર્તમાનકાલના મનુષ્ય પણ થોડા કાલમાં લોકોના સ્મરણમાં જ રહેશે. વર્તમાનજન્મમાં જે માતા હોય તે અન્ય જન્મમાં ચીના જન્મને ૫ણ પામે છે, ને વર્તમાનજન્મમાં જે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy