________________
શ્રીગકૌસ્તુભ'
[ બીજી કઠિન થઈ પડે છે તેમ આ સંસારમાં પણ શબ્દાદિ વિષયના ઘાટાપણને લીધે તથા જ્ઞાનની દુર્લભતાને લીધે માણસને વાંછિત શુભ માર્ગ મળ દુર્ઘટ થઈ પડે છે. જેમ અરણ્યમાં વ્યાપલેકે પશુપક્ષીઓનું હનન કરતા વિચરે છે તેમ આ સંસારમાં બલવાન મૃત્યુ માણસનું હનન કરતે વિચરે છે. જેમ અરણ્યમાં કિરાતે પક્ષીઓને પકડવાને જાળ પાથરે છે તેમ આ સંસારમાં કામનામના કિરાતે મૂઢ પુરુષસ્પી પક્ષીઓને પકડવામાટે સ્ત્રીના શરીરરૂપ જાળ પાથરી છે. જેમ અરણ્યમાં ઋજુ (સીધા) માર્ગમાંથી ભ્રષ્ટ થયેલા એ જાણ્યા પથિકજનેને અતિભ્રમણ કરવાથી શ્રમને અનુભવ થાય છે તેમ આ સંસારમાં
ગાદિ સીધા માર્ગથી ભ્રષ્ટ થયેલા અજ્ઞાનિ મનુષ્યને સંસારમાં જન્મમરણરૂપ ભ્રમણ કરવાથી શ્રમને અનુભવ થાય છે. જેમ અરણ્યમાં જે કાંકચનાં ઝાડ હોય છે તેના થડઉપર, ડાળે ઉપર, ડાળીઓઉપર, પાનડાંઓઉપર ને તેના ફલના ફાઓ પર કાંટાઓ હોય છે, ને તે ઝાડના સર્વ ભાગમાં કેવલ કડવાશ જ રહેલી હોય છે. તેમ આ સંસારમાં દુર્જને પિતાનાં સર્વ અંગેમાં દેવરૂપ કાંટાઓથી ભરેલા હોય છે. તે પિતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેઓ વારંવાર દુઃખને કડવો અનુભવ કરાવ્યા કરે છે. જેમ અરણ્યમાં તીણુ કાંટાઓથી ભરેલા હાથલા થેર, કંથાર, બાવળ, ખેર, બોરડી, ઉંટક ને ગોખરું જોવામાં આવે છે તેમ આ સંસારમાં સજજનેને નિરર્થક દુઃખ દેવામાં પ્રીતિ રાખનારા દુષ્ટ કે જોવામાં આવે છે. જેમાં પ્રસિદ્ધ અરણ્યમાં જેને સ્પર્શ કરવાથી શરીરમાં બહુ ચળ આવે એવા કૌવચ ને ખાજવણ આદિ જોવામાં આવે છે તેમ આ સંસારમાં જેનું સ્મરણ કરવાથી ચિત્ત તથા ઈ િવ્યાકુલ થાય એવા વિષયો ને તેનાં સાધને જોવામાં આવે છે.
આ સંસારમાં સુખ તે કથનમાત્ર છે, અને દુઃખને અનુભવ તે મનુષ્યને ડગલે ડગલે થાય છે, માટે સમજુ માણસે આ ખબહુલ સંસારના ભાગોમાં વિરાગ રાખી ચિત્તને ઉત્તરોત્તર ઉંચા