________________
પ્રભા ]
સંસારસ્વરૂપવર્ણન
૧૭
છે. જેમ પ્રસિદ્ધ સમુદ્રમાં મચ્છીમાર જાળ નાંખી જલચર જીવોને પકડે છે તેમ આ સંસારસાગરમાં કાલરૂપી મચ્છીમાર શબ્દદિ વિષયરૂપી જાળ નાંખી રાગી ખ્વાને પકડ્યા કરે છે. જેમ સાગરમાં તુચ્છ ફીણુ જોવામાં આવે છે તેમ આ સંસારમાં વિષયાનાં તુચ્છ સાધના જોવામાં આવે છે. જેમ સાગરમાં વડવાનલ સમુદ્રમાંના જયને તપાવ્યા કરે છે તેમ આ સંસારમાં ચિંતા મનુષ્યાને તપાવ્યા કરે છે. જેમ સાગરમાં કાઈ કાઈ સ્થલેજ ક્રિમ જોવામાં આવે છે. તેમ આ સંસારમાં કોઈ ક્રાઈ સ્થલેજ ઉજ્જવલ ને શીતલ હ્રદયવાળા પુરુષા જોવામાં આવે છે. જેમ સમુદ્રમાં ધણા વમળ હોય છે તેમ આ સંસારમાં માણસાના મનને ભમાવનારાં ઘણાં સાધના હાય છે. જેમ સાગરમાં કાઈ કાઇ ઠેકાણે સમુદ્રપર તરનારાં પક્ષીઓ જોવામાં આવે છે તેમ પાતાના પ્રારબ્ધથી આ સંમારમાં પાતાના વ્યવહારવિષે રહ્યા છતાં પણ તેમાં નહિ મનારા મહાપુરુષા જોવામાં આવે છે.
વળી આ સંસાર અરણ્યસમાન જાય છે. જેમ અરણ્યમાં પ્રવાસિતાને સુખ ઉપજાવનારાં તથા દુ:ખ ઉપજાવનારાં વૃક્ષ હાય છે તેમ આ સંસારમાં માનવસમૂહને સુખ તથા દુઃખ આપવાના સ્વભાવવાળા સજ્જન અને દુર્જન મનુષ્યા હોય છે, અરણ્યમાં જેમ ચાર, વ્યાધ્ર, સિંહ, ને સર્પાદિથી પ્રવાસી મનુષ્યોને સર્વદા ભય રહે છે તેમ સંસારમાં માણસાને ભૂખતરષ, ટાઢતડકો તે જરામરણથી ભય રહ્યા કરે છે. જેમ પ્રસિદ્ધ અરણ્યમાં જ્યાં ત્યાં કાંટા પડ્યાં ડ્રાય છે, અને તે પ્રવાસિજનાના પગામાં પેસી જઇ તેમને દુઃખ માપે છે, તેમ આ સંસારારણ્યમાં વાત, પિત્ત તે ના પ્રકાથી ઉપજનારા વરદિગા, માણસાને પીડા આપે છે. જેમ અણ્યમાં મોટા માટા ભયંકર દાવાનલો મળે છે તેમ આ સંસારમાં મેટ મેટાં ભયંકર યુદ્ધો થાય છે. જેમ અરણ્યમાં વૃક્ષાદ્દિના ઘટ્ટપણાને લીધે તથા પ્રકારાની દુર્લભતાને લીધે પ્રવાસિજનાને વાંછિત માર્ગ મળવા