________________
શ્રીગૌસ્તુભ
[ પ્રથમ
-
--
-
--------
પામવાપણું, સાતિશયપણું દુઃખદાતાપણું ને અપવિત્રપણે એ દેશે જેમાં રહ્યા છે એવા તુચ્છ વિષયોના સેવનવડે સ્વ૮૫ સમય આનંદાનુભવ કરવાના કરતાં સર્વ પ્રકારના દોષોથી રહિત પરમાનંદરૂપ ઉચ્ચ જય વિષયમાં પિતાની ચિત્તવૃત્તિને જોડી પિતાના ચિત્તને સ્થિર કરી ચિરકાલ પરમાનંદાનુભવ કરે એ શ્રેષ્ઠ છે. જેમ કૂતરાના આળા ચામડામાં રાખેલું ગધેડીનું દૂધ પીવું સારું ગણાતું નથી, પણ સુવર્ણના કલશમાં રાખેલું કપિલા રંગની ગાયનું દૂધ પીવું શ્રેષ્ઠ ગણાય છે, તેમ
પાધિક–વિષયના–આનંદના કરતાં નિરુપાધિક–વિષયરહિત-આનંદ શ્રેષ્ઠ ગણાય છે, એમ સતશાસ્ત્રો ને પુરુષ પકારીને કહે છે.
આવી રીતે ત્રણ પ્રકારનાં દુઃખની ઐકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ તથા પરમાનંદની નિત્યપ્રાપ્તિ નિવિકલ્પસમાધિદ્વારા સ્વસ્વરૂપમાં સ્થિતિ થયે ગાભ્યાસીને અનુભવાય છે, માટે નિવિકલ્પસમાધિનું તથા તેનાં સાક્ષાત ને પરંપરાનાં સાધનોનું નિરૂપણ કરનાર આ ગ્રંથનું પૂર્વોક્ત પ્રયોજન સંભવે છે. ' જે મુમુક્ષ આ ગ્રંથની આ પ્રથમ પ્રભાને શ્રદ્ધાભક્તિથી વિલેકે તેને શ્રી સચ્ચિદાનંદઘન પરમાત્મા શ્રીસદગુરુરૂપે થઈને તેના કલ્યાણને માર્ગ દેશે.
એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં અનુબંધનિરૂપણ એ નામની પ્રથમપ્રભા સમાપ્ત થઈ. ૧
બીજી પ્રભા
સંસારસ્વરૂપવર્ણન છે. સંસારના તુચ્છ વિષયમાં દઢ રાગ રાખનાર પુરુષને ચાગમાં અધિકાર નથી, પણ તેમાં ઉદાસીનતા રાખનારને યોગમાં