________________
શ્રીયોગકૌસ્તુભ
[ પ્રથમ
અધિકારીને ઉદ્દેશીને જ આ ગ્રંથ લખાય છે. કાગડારાને દૂર કરવામાટે મારવાના પથ્થરના કડકાઓ પૃથિવીપર સ્થલે સ્થલે મળી આવે છે, ને હીરા તે પૃથિવીપરની કઈ કઈ ખાણમાંથી મળી આવે છે, આવું તેનું દુર્લભપણું છતાં પણ હીરાની પરીક્ષાની તથા તેને પાસા પાડી એપ ચઢાવવા આદિની વિદ્યાકલાનું અસ્તિત્વ છે, તેમ ઉત્તમ ગવિદ્યાની પ્રાપ્તિ કરી શકે એવા નિર્મલબુદ્ધિવાળા અધિકારીઓની સંખ્યા પ્રમાણમાં બહુ થડી હોય તે પણ તેવાના લાભ માટે આ પૃથિવીપર અનાદિકાલથી યોગવિદ્યાના ગ્રંથોનું અસ્તિત્વ છે.
માણસે અનુભવ કરેલા સુખને ઇચ્છે છે, પણ અજ્ઞાત સુખને ઈચ્છતાં નથી. બ્રહ્મનું સુખ અધિકારી મનુષ્યને અજ્ઞાત હોવાથી તે સુખને તે ઇચ્છશે નહિ, માટે પણ યોગને કેાઈ અધિકારી નથી એમ ન કહેવું, કારણકે માણસ અનુભવેલા સુખને જ ઈચ્છે છે એવો નિયમ નથી, કિત તે જ્ઞાતઅાત સર્વ સુખને ઈચ્છે છે. બ્રહ્મ સુખસ્વરૂપ છે એમ પુરુષાથી ને સતશાસ્ત્રોથી જેણે જાણ્યું છે તેને બ્રહ્માનંદ સંપાદન કરવાની ઈચ્છા ઉપજે છે તેથી તે યોગને અધિકારી છે, ને અધિકારીને સદ્દભાવે આ ગ્રંથને આરંભ સફલ છે,
આ ગ્રંથને અને યોગરૂપ વિષયનું પ્રતિપાદકપ્રતિપાદતા સંબંધ છે. આ ગ્રંથ વેગનું પ્રતિપાદન કરનાર છે, અને ગરૂપ વિષય પ્રતિપાદન કરવાને યોગ્ય છે. અધિકારીને તથા વેગન પ્રાપકપ્રાપ્યતા સંબંધ છે. અધિકારી યોગને પ્રાપ્ત કરનાર છે, અને વેગ પ્રાપ્ત થવાને ગ્ય છે. આ ગ્રંથ અને ગાનને જ કજન્યભાવ સંબંધ છે. આ ગ્રંથ ગજ્ઞાનને ઉપજાવનાર છે, ને યોગદાન ઉત્પન્ન થવાને યોગ્ય છે; અને અધિકારી ને ગરૂપ વિષયને સાધક સાધ્યભાવ સંબંધ છે. ઈત્યાદિ બીજા પણ યથાયેગ્ય સંબંધ જાણું લેવા.
નિવિકલ્પસમાધિની પ્રાપ્તિદ્વારા જીવબ્રહ્માની એક્તા અનુભવાય છે, અને તેથી મેક્ષલાભ થાય છે એમ જણાવવું એ આ ગ્રંથન વિષય છે.