SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨૫૬ શ્રીગૌસ્તુભ [બારમી યેગી એક સ્થાનથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં એવી રીતે. ક્રમથી પ્રાણનું ઊર્ધ્વ આકર્ષણ કરે, અથાત મૂકાઓથી માંડી બધાં સ્થાનમાં થઇને બહ્મરંધમાં લાવે. પછી બ્રહ્મમાં યથાશક્તિ સ્થિતિ કરી પુનઃ અવરહ કરે, અર્થાત બ્રહ્મરંધથી લલાટમાં લાવે, લલાટથી બને ભ્રના મધ્યદેશમાં લાવે, ત્યાંથી નેત્રોના મતમાં, ત્યાંથી નાસિકામૂલમાં, ત્યાંથી જીભના મૂલમાં લાવે, ત્યાંથી કંકૂપમાં, ત્યાંથી હૃદયદેશમાં, ત્યાંથી નાભિમાં, ત્યાંથી લિગના મૂલમાં, ત્યાં અગ્નિના સ્થાનમાં, ત્યાંથી ગુદાદ્વારમાં, ત્યાંથી ઊઓના મૂલદેશમાં, ત્યાંથી ઊરુઓના મધ્યદેશમાં, ત્યાંથી જાનુઓના મધ્યમાં, ત્યાંથી ચિતિ ઓના મૂલમાં, ત્યાંથી અંધાઓના મધ્યદેશમાં, ત્યાંથી ગુફેમાં ને ત્યાંથી પગના અંગૂઠામાં લાવે. આવી રીતે એકથી બીજા સ્થાનમાં પ્રાણયુિનું આકર્ષણ કરીને યંત્રની પેઠે ધારણ કરનાર યોગી સર્વ પાપોથી રહિત થયો છતો સ્વેચ્છાએ દેહ ત્યજવાના સામર્થ્યને પામે છે. સર્વ પ્રત્યાહારમાં શીજ ગીની સિદ્ધિને માટે આ પ્રત્યાહાર શ્રીઅગત્યે પણ પ્રશરત કહે છે, માટે યોગાભ્યાસીએ આ સિદ્ધ કરવો જોઈએ . ૧-૧૧ મનુષ્યના શરીરની ઉંચાઈ ૯૬ આડા આગળની ગણાય છે. તે છ— આંગળમાં નીચે જણાવેલા શરીરના ભાગો નીચે દર્શાવેલા આંગળોના જેટલા એકબીજાથી દૂર રહેલા છે: કા અંગુષ્ઠના મૂલથી ગુફ. (ઘંટી.) ૧૦ ગુફથી જંધામધ્ય. ૧૧ જંઘામધ્યથી ચિતિમૂલ. ૨ ચિતિ મૂલથી જાનું. ૯ જાનુથી ઉમધ્ય. ૯ ઉરમ વ્યથી પાયુમૂલ રા પાયુમૂલથી શરીરમધ્ય. રા શરીરમધ્યથી ઉપસ્થ. ૧૦. ઉપસ્થથી નાભિ. ૧૪ નાભિથી હૃદયમધ્ય. ૬ હૃદયમધ્યથી કંઠકૂપ. ૪ કંકુ થી જિવામૂલ, ૪ જિલથી નાસિકામૂલ. ને નાસિકામૂલથી ચભૂમધ્ય, ૦ ચક્ષુમધ્યથી ભૂમધ્ય. ૩ ભૂમધ્યથી લલાટ. ૩ લલાટથી મૂર્ધા.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy