________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ
૨૪૧
વોલીના નિર્દોષ રીતે અભ્યાસ કરનાર હાય તેના શરીરમાં વીર્યના સ્તંભનથી સુધ ઉપજે છે તેમજ જ્યાંસુધી મનુષ્યનું બિંદુ (વીર્ય) સ્થિર રહે ત્યાંસુધી તેને કાલનું પણ ભય લાગતું નથી.
જો ચિત્ત ચલ યમાન થાય તેા પુરુષનું વીર્ય ચલાયમાન થાય છે. અને જો ચિત્ત સ્થર થાય તા તેનુ વીર્ય પણ સ્થિર થાય છે. વીર્ય ચિત્તને આધારે છે, અને જીવન વીર્યને આધારે છે, માટે વિવેકી પુરુષ અવશ્ય વીર્યનું રક્ષણ કરવું જોઇએ.
વોલીના અભ્યાસની સિદ્ધિથી રૂપ લાવણ્ય તથા ખલ વધે છે, અને ઉક્ત વિધિધી કથનમાત્ર ભાગ ભગવતાં છતાં પણ પરિણામે તેનું ચિત્ત વાસનારહિત થવાથી તેને મેાક્ષ થાય છે.
પુણ્યવાન, ધીર, તત્ત્વદર્શી, પ્રાણના તથા મનના જેણે જય કર્યાં છે એવા ને મત્સરરહિત યેાગસાધકનેજ આ અભ્યાસની સિદ્ધિ થાય છે, અન્યને તેની સિદ્ધિ થતી નથી.
સહજોલી તથા અમરેાલી એ વજ્રોલીના અવાંતરભેદ છે. માં ભેદ ન હેાવાથી તથા સાત્ત્વિક સાધકને તેની અગત્ય ન હેાવાથી અહીં તેનું વર્ણન આપ્યું નથી.
આમાં વર્ણવેલાં શસ્ત્રોના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલાં તેના ચિત્રા ત્રુએ.
1૦ શક્તિચાલનમુદ્રા
કુંડલિની, ભુજંગી, શક્તિ, શ્વરી, કુટિલાંગી, કુંડલી, અરુંધતી, અંકનાલ ને ઔઘટઘાટ એ નવ પર્યાય (એક અર્ચના વાચક શબ્દો) છે. જેવી રીતે માણુસ કૂંચીવતી ખલપૂર્વક કમાડ ઉધાડે છે તેવી રીતે યાગી હઢાભ્યાસથી કુંડલિનીવડે માક્ષનું દ્વાર જે સુષુમ્હાના માર્ગ તેનું ભેદન કરે છે. સર્વે દુઃખથી રહિત પરમાત્માની અભિવ્યક્તિનું સ્થાન જે બ્રહ્મરંધ્ર તેમાં સુષુમ્હાવાટે જવાય છે. તે સુષુમ્હાના મુખઆગળ (પ્રવેશમાર્ગમાં) પેાતાનું મોઢું રાખી તેને રાકીને પરમેશ્વરી
૧૬