________________
પ્રભા]
પ્રાણાયામનિરૂપણ
૨૩૯
મૂલબંધ કરવાથી અપાનવાયુ ઉપર ચાલવા લાગે છે, ને તે ઉપર ચાલીને નાભિની નીચે ત્રિકોણાકાર અગ્નિમંડલ છે તેમાં પ્રવે કરે છે. આથી જઠરાગ્નિની જવાલા વધી જાય છે. પછી તે અમિ અને અપાનવાયુ એ બંને પ્રાણવાયુમાં જાય છે તેથી અગ્નિનું અત્યંત પ્રદીપન થાય છે. અગ્નિને પ્રદીપન થવાથી સૂતેલી કંડલિની–શક્તિજાગ્રત થાય છે. સૂતેલી સપિણી જેમ લાકડી મારવાથી સીધી થઈ જાય તેમ તે સીધી થઈને સુષુણામાં પ્રવેશ કરે છે. કુંડલિનીને જાગ્રત કરવા માટે મૂલબંધ ઉપયોગી છે માટે યોગાભ્યાસીએ દિનદિનપ્રતિ સર્વ કાલમાં તેને યથાશક્તિ અભ્યાસ કરવો આવશ્યક છે.
૭ જાલંધરમુદ્રા કંડને સંકોચ નીચે નમાવી કાઢીને હૃદયથી ચાર આંગળ છે દઢપણે રાખવી તે જાલંધરમુદ્રા–જાલંધરબંધ–કહેવાય છે.
આ બંધ શરીરમાંની નાડીઓના સમૂહને બાંધે છે તેમજ કપાલની અંતરના છિદ્રમાં જૈ ચંદ્રામૃત રહે છે તેને નીચે જતું અટકાવે છે માટે આ મુદ્રાનું નામ જાલંધરબંધ પણ કહેવાય છે.
કંડને નીચે નમાવી જાલંધરબંધ કરવાથી ચંદ્રામૃત જઠરાગ્નિમાં પડતું નથી, પ્રાણવાયુ અન્ય નાડીમાં પ્રવેશ કરી પ્રાપ પામત નથી, અને કંઠનું દઢ સંકોચન થવાથી ઈડપિગલાના વહનનું પણ સ્તંભન થાય છે.
મૂલબંધથી અપાનની ઊર્ધ્વગતિ થાય છે, જાલંધરબંધથી ઈડપિગલાનું વહન - તંભન પામે છે, અને ઉડ્ડયાન બંધથી શરીરમાંને, વાયુ સુષુચ્છામાં ગમન કરે છે.
પૂર્વોક્ત યુક્તિઓથી પ્રાણવાયુ સ્થિર થઈ જાય છે. અર્થાત બ્રહ્મરંધમાં સ્થિતિ કરીને રહે છે. અને પ્રાણલય કહે છે. પ્રાણુના લયથી મૃત્યુભય, જરા, રોગ, ત્રિવલ્લી, તવાલ, મૂછ ને આલસ્યાદિત નાશ પામે છે.