________________
શ્રી ગૌસ્તુભ
[ પ્રથમ
હદયકમળમાં નિરંતર ધારણ કરે છે એવા અંતર્યામિરૂપ શ્રી શ્રી ૧૦૦૮ શ્રદક્ષિણામૂર્તિસદ્દગુરુને શ્રદ્ધાભક્તિસહિત સવિનય સાષ્ટાંગદંડવત પ્રણામ છે.
મેક્ષના અધિકારી એવા સાત્વિકજનોના ઉત્કૃષ્ટ હિતને માટેજ જેમનાં પવિત્ર શરીર આ મહીમંડલમાં મનુષ્યને દશ્ય થતાં અનુભવાય છે એવા જ્ઞાની, જીવન્મુક્ત, મહામુક્ત ને અતિમુક્ત મહાપુરુષોને પ્રેમપૂર્વક પ્રણુમ હે.
આ વિશ્વમાં યોગવિદ્યાના સંપ્રદાયની પ્રથમ પ્રવૃત્તિ કરનાર શ્રીહિરણ્યગર્ભને નમન કરી યોગવિદ્યાના જિજ્ઞાસુજનને યોગપ્રક્રિયાઓને સુખપૂર્વક બંધ થવામાટે શ્રીગૌસ્તુભનામને આ ગ્રંથ લખવાનો આરંભ કરવામાં આવે છે. જેમાં પ્રસિદ્ધ કૌસ્તુભમણિને હૃદયપર ધારણ કરીને શ્રીવિષ્ણુ પ્રસન્નતાને અનુભવ કરે છે તેમ આ ગરૂપી કૌસ્તુભમણિને હદયમાં ધારણ કરીને બ્રહ્મચર્યાદિ સાધન વડે અપકારક વિષયોથી પિતાની બુદ્ધિનું રક્ષણ કરનારા મુમુક્ષુજને પ્રસન્નતાને અનુભવ કરો અને શ્રીવિષ્ણુએ ધારણ કરેલા તે મણિના પ્રકાશથી જેમ બહારના અસુરે ત્રાસ પામે છે તેમ આ ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવનાર ગરૂપ મણિના પ્રકાશથી તેને ધારણ કરનાર મુમુક્ષુજનોના અંતરમાં રહેલા દેરૂપ અસુરે ત્રાસ પામે. | | શ્રીપાતંજલ યોગસૂત્રે, શ્રીયાજ્ઞવક્યસંહિતા, શ્રીશિવસંહિતા, શ્રીગવાસિષ્ઠ, શ્રીહગપ્રદીપિકા, શ્રીગોરક્ષશતક તથા શ્રીસિદ્ધસિદ્ધાંત પદ્ધતિ આદિ યોગવિદ્યાનું નિરૂપણ કરનારા ઘણા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે, પણ સંસ્કૃત વ્યાકરણ તથા કોશને નહિ જાણનારા અપબુદ્ધિવાળા મુમુક્ષુઓની તેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે તેવા અધિકારીઓને સારુ આ ગ્રંથની રચના કરી છે. આર્ય (હિન્દી)ભાષામાં તથા ગુજરાતી ભાષામાં પણુ યોગવિદ્યાના કેટલાક ગ્રંથ વિદ્યમાન છે ખરા, પણ તેમાં વેદાંતસિદ્ધાંતને અનુકૂળ આવે એવી રીતે હઠાગની તથા રાગની સર્વ ઉપગની પ્રક્રિયાઓનું વિસ્તારથી