________________
શ્રીન તૈતરા |
શ્રીવામા
પ્રથમ પ્રભા
અનુબંધનિરૂપણ યોગ અને વેદાંતના સંસ્કારથી રહિત, અશુદ્ધ ને ચંચલ અંત:કરણને તથા વાણુને અગમ્ય, અસંગ, અવિકારી, પરમ પવિત્ર, અખંકરસ, અય, સચ્ચિદાનંદઘન, શાંતપ્રકાશરૂપ ને સર્વવ્યાપક જે બ્રહ્મ તે નામરૂપાત્મક આ સર્વ દશ્યપ્રપંચના અધિષ્ઠાનરૂપે સર્વત્ર વિરાજી રહેલું છે.
પિતાની માયાજામની શક્તિવડે જે સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લયના હેતુરૂપ છે જેને વેદાંતવેત્તાઓ અપરબ્રહ્મ કહે છે; અવિદ્યાદિ કલેશે, શુભાશુભ કર્મ, સુખદુઃખરૂપ કર્મવિપાક ને તે કર્મવિપાકનુસાર વાસનારૂપ આશયને જેમાં ત્રણે કાલે અત્યંત અભાવ છે; સંપૂર્ણ ધર્મ, જ્ઞાન વૈરાગ્ય ને એશ્વર્યથી જે સર્વદા અલંકૃત છે; અને પિતાના અંત:કરણને તથા ઈદ્રિયસમૂહને સારી રીતે નિયમમાં રાખનારા ગિજને આ અપાર જેવા દુઃખદ ભવસાગરને અનાયાસે પાર પામવા જેમના પવિત્ર પદપંકજને સંપૂર્ણ સાવધાનતાથી પિતાના પવિત્ર