________________
શ્રીગકૌસ્તુભ
વ્યવહારદશામાં પિતાને વ્યવહાર કેવી રીતે કરી શકશે ? ૨ સહસા નાશ ન પામે એવા, યુવાન ને સંસારને વધારો કરનારા ચિત્તરૂપ સિંહને જેઓ હણે છે તેઓ અહીં સર્વથી ઉત્કૃષ્ટ થાય છે, ને બીજાઓને પરમસુખસ્વરૂપનું દાન કરનારા થાય છે. ૩ મનને, આત્મામાં માત્ર વિલય કરવાથી જ દુઃખની શાંતિની પ્રાપ્તિ થાય છે, અને મનને સંકલ્પવિકલ્પવાળું કરવાથી જ મેટા દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૪ આત્મામાંથી ઉઠેલે ચિત્તરૂ૫ રાક્ષસ જીવને મેટું દુઃખ ઉત્પન્ન કરે છે. વ્યવહારના સુખને માટે ને મોક્ષસુખને માટે તમે તેને પ્રયત્નવડે મારી નાખે. ૫ વિવેકના અનુસંધાનથી ચેતનના અંશરૂપપણુવડે મન દઢ અભ્યાસથી વર્તમાન શરીરમાંજ ચેતનની સાથે એકપણને પામે છે. ૬ પુન: દઢ પ્રયત્નને સેવી ચિત્તને ચિત્તવડે નિગ્રહ કરીને ચિતારહિત સ્વરૂપનું અવલંબન કરી આશંકારહિત સ્થિર થાઓ. ૭ ભેગના સમૂહની વાસનાને ત્યાગ કરીને તમે ભેદની વાસનાને પણ ત્યાગ કરે. પછી પિત્તનો અને અન્ય દશ્યને ત્યાગ કરી તમે કલ્પનારહિત થઈ સુખી થાઓ. ૮
મુર્ણસ્થાનક શ્રી ભગવતસિંહજી ઇલેકિટ્રક લિથે એન્ડ પ્રિન્ટિગ પ્રેસ. :
માલિક–પારેખ કેવળચંદ કાનજીભાઈ ગોંડલ