SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪]. શ્રીથીગૌસ્તુભ અગીઆરમી હઠગનાં ષટકર્મ છે, અને જેના શરીરમાં મેદ તથા શ્લેષ્મ વધારે હેય તેણે પ્રાણાયામની સિદ્ધિ અર્થે તે અવશ્ય સાધવા જોઈએ, જેના શરીરમાં ત્રિદોષનું સમાનપણું હેય તેને અતિ, દાતણ, ધૌતિ ને બસ્તિ સાધવાની અપેક્ષા નથી, છતાં ઇચ્છા થાય તે તેણે વસંતત્રત કે જે કફના પ્રકોપને સમય છે તેમાં તેને અભ્યાસ કરે. અન્ય ઋતુમાં તેને અભ્યાસ કરવાથી કફાદ ધાતુની વિષમતા થતાં નવરાદિકની ઉત્પત્તિ થાય છે. કપાલભાતિથી કફને નાશ થાય છે, તથા સુષષ્ણુ વહેવા લાગે છે. નાસિકાનાં બંને છિદ્રોદ્વારા જલનું આકર્ષણ કરી તેને મેઢાવાટે બહાર કાઢવું તે યુદ્ધમકપાલભાતિ, ને સીત્કાર શબ્દવડે મુખવાટે જલનું આકર્ષણ કરી નાસિકાનાં બંને દ્ધિોદ્વારા તેને બહાર કાઢવું તે સી&મપાલભાતિ કહેવાય છે. કંઠસમાન જલમાં ઊભા રહી નાસિકાવડે જલ ખેચી મેઢાવાટે બહાર કાઢવું, ને પછી મેઢાવાટે આકર્ષી નાસિકાવાટે તે બહાર કાઢવું, આમ વારંવાર કરવું તેને કેટલાક ગિલેકે માતગિનીમુદ્રા કહે છે. ૮ ગજકરણી ભોજન કર્યા પછી થોડી વારે અપાનવાયુને કંઠનાલમાં ચઢાવીને પેટમાં (હજરીમાં) મલરૂપે રહેલાં અન્નજળાદિકને મુખવાટે વમન કરી કાઢી નાંખવાં તે ગજકરણ કહેવાય છે. આમ કરવાથી નાડીઓને સમૂહ વશ થાય છે. આ ક્રિયાને કેટલાક ગિલેકે વમનધૌતિ પણ કહે છે. આ ક્રિયા સિદ્ધ કરવાની વિધિ આ પ્રમાણે છે–પ્રથમ, ઊભડક બેસીને પાંચ શેર વા છ શેર નવશેકું પાણી પીવું, ત્યારપછી પલાંઠી વાળી સ્વસ્થ બેસીને નૌલિ કરવી, પછી ઊભડક બેસી દષ્ટિ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy