________________
-
-
-
પ્રભા ]. પ્રાણાયામનિરૂપણ
૨૧૧ સૂર્યભેદન વિશેષે વાયુરાગને નાશ કરે છે. ઉજજાયી વિશેષ ગ્લેમરેગને હરે છે, સીત્કારી તથા શીતલી વિશેષે પિત્તરોગને મટાડે છે, અને ભસ્ત્રિકકુંભક ત્રિદોષને નાશ કરી શરીરપ્રકૃતિને દોષની સામ્યવસ્થાવાળી કરી પ્રાણવાયુને સુષુણ્ણામાં લઈ જાય છે, તેમજ સુષુમ્ભમાં રહેલી બ્રહ્મગ્રંથિ, ગ્રંથિ તથા વિષ્ણુગ્રંથિનું ભેદન કરે છે,
ગામ, નગર, વન ને પવૅત આદિને આધાર જેમ પૃથ્વી છે તેમ બધી ગક્રિયાને આધાર કુંડલિની છે. શ્રી ગુરુની દયાથી ને કુંભકના અભ્યાસથી જ્યારે એ કુંડલિની જાગ્રત થાય છે, તથા સુષુષ્ણુનાડીના અર્ગલરૂપે રહેલા કફાદિક દૂર થાય છે ત્યારે વચ્ચક્રનો ભેદ થાય છે તેમજ ઉપર જણાવેલી ત્રણ ગ્રંથિનું પણ ભેદન થાય છે.
હઠગવિના રાજગ સિદ્ધ થતું નથી, અને રાજગવિના હઠયોગ સિદ્ધ થતો નથી, માટે જ્યાં સુધી રાજયોગની સિદ્ધિ ન થાય ત્યાંસુધી હઠયોગ તથા રાજગ એ બંનેને સાથે અભ્યાસ કરે આવશ્યક છે.
યોગાભ્યાસી પ્રાણનું ધન કરી સંપ્રજ્ઞાતસમાધિમાં ઉપજેલી બ્રહ્માકારસ્થિતિથી આગળ વધી ચિત્તને પરવૈરાગ્યદ્વારા સ્વસ્વરૂપમાં વિલય કરે. આવી રીતના અભ્યાસની યુક્તિથી હઠાભ્યાસીને હઠાભ્યાસહારા રાજયોગના પદની પ્રાપ્તિ થાય છે.
શરીરનું કુશપણ, મુખની પ્રસન્નતા, નાદનું પ્રકટપણું, નેત્રનું સુનિર્મલપણું, આરોગ્ય, બિદુજય, જઠરાગ્નિની દીપ્તિ ને નાડીઓની શુદ્ધિ એ હઠાભ્યાસની સિદ્ધિથી ઉત્પન્ન થનારાં લક્ષણો જાણવાં.
જ્યારે શરીરમાંની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુખપૂર્વક સુષુષ્ણમાં પ્રવેશ કરે છે. સુષુમ્સ, (સૂર્યના સુપુષ્ણકિરણ સાથે જોડનારી,) શૂન્યપદવી, (જગતે અભાવ કરવાના ભાગરૂપ, ) બહ્મરંધને મહામાર્ગ, સ્મશાન, (નામરૂપને બાળવાનું સ્થાન, ) શાંભવી, (શંભુને પ્રાપ્ત કરાવનારી, ) મયમાર્ગ, (ઇડાપિગલાની વચ્ચેનો માર્ગ,) બ્રહ્મનાડી (બ્રહ્મને પ્રાપ્ત કરનારી