________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૯૫
માથાના ઉપરના ભાગ તરફ લઈ જવો. હાથ ઉપર લઈ જતી વેલા તે હાથ કોણીએથી વળવા દે નહિ ને બની શકે તેટલો ઉંડો શ્વાસ ધીમે ધીમે લેવો. પશ્ચાત તે હાથને પાછો જમણ સાથળની પછવાડના ભાગતરફ જ્યાં ને ત્યાં લઈ જ, તે વેલા રેચક કરે, આમ આશરે દશ મિનિટ સુધી પ્રસન્નતાપૂર્વક વારંવાર કરવું. તે વેલા પિતાના તનમનમાંથી જે દેષ દૂર કરવો હોય તે દેષ દૂર થવા લાગ્યો છે એ ભાવના સ્વસ્થ મને શ્રદ્ધાપૂર્વક કર્યા કરવી.
પુનઃ ઉપર કહેલી રીતે જમણે પડખે સૂઈ ડાબા હાથથી ઉપર કહેલી રીતે દશ મિનિટ સુધી આ ક્રિયા કરવી.
મોટા આંતરડામાં, નાના આંતરડામાં ને નળમાં ભરાઈ રહેતા મલને મળાશયમાં લાવવા નીચેની ત્રણ ક્રિયાઓ ઉપયોગી છે –
૧ પૂર્વાભિમુખે સીધા ઊભા રહી, ઢીંચણને લગારે વળવા નહિ દુઈ પોતાના બંને હાથ કેડ નીચે રાખી, પછી પિતાના શરીરને
એકવાર જમણી બાજુ ને એકવાર ડાબી બાજુ નમાવવું એમ આશરે પાંચથી દશ મિનિટ સુધી કરવું.
૨ ઉપરની રીતે ઊભા રહી આઠે બાજુએ પિતાનું માથું ઉપર જણાવેલા રસમયસુધી યથાશક્તિ નમાવ્યા કરવું
૩ પૂર્વદિશા ભણી માથું રહે એમ ચીતા સૂઈને પ્રથમ પિતાનો જમણે પગ ઢીંચણથી વાળીને બે હાથે બની શકે તેટલે ખિચીને પકડી રાખો. પછી તે પગ લાંબો કરી પિતાને ડાબો પગ ઢીંચણથી વાળીને બે હાથે બની શકે તેટલે ખેંચીને પકડી રાખો. પગ વળતાં ને પકડી રાખતાં પૂરક ને પગ લાંબે કરતાં રેચક કરે. આમ પાંચથી દશ મિનિટ સુધી વારાફરતી વારંવાર યોગ્ય ભાવનાપૂર્વક ધીરજથી કર્યા કરવું.
દમના રોગની પીડા દૂર કરવા માટે નીચેની ક્રિયા કરવી –
પૂર્વાભિમુખે ટાર ઊભા રહી પોતાના બંને હાથ માથા ઉપર સીધા બર્વક ધીં ધીરે ઉંચા કરીને જોરથી મેળવવા. હાથ ઉપર