________________
૧૯૬ શ્રી કૌસ્તુભ
[ અગીઆરમી લઈ જતી વેલા બહારના વાયુને યથાશક્તિ અંતર ખેંચે. પશ્ચાત્, થડે કુંભક કરી પછી બંને હાથ ધીરે ધીરે નીચે લાવવા. તે વેલા અંતરના વાયુને ધીરે ધીરે બહાર કાઢો. આમ આશરે પંદરથી ત્રીસ મિનિટ સુધી કર્યા કરવું.
પેટમાં દુઃખાવો દૂર કરવા માટે, પેટમાં આ ચળ્યો હોય તે દૂર કરવામાટે, પેટના અન્ય વ્યાધિઓ દૂર કરવામાટે ને મંદાગ્નિ મટાડવા માટે નીચેની ક્રિયા ઉપયોગી છે –
પૂર્વદિશાભણ પિતાનું માથું રહે એવી રીતે ઊંધા સૂઈ પિતાના બંને પગ લાંબા રાખી, બંને હાથની મુઠીઓ મજબૂત વાળી તેને પિતાના માથાની બંને બાજુએ પૂર્વભણ લાંબા રાખવા. પછી તે બંને હાથે કાણું આગળથી ન વળે એમ ઊડી બરડાભણી લઈ જઈ શકાય તેટલા લઈ જવા. આમ કરતી વેલ બહારના વાયુને ધીરે ધીરે બની શકે તેટલે ફેફસાંની અંતર ખેચા કરે. પછી યથાશક્તિ કુંભક કરવો. પથાત બંને હાથને ધીમે ધીમે આગળ હતા તે સ્થિતિમાં લાવવા. તે વેલા ફેફસાંની અંતરના વાયુને નાસિકાઠા ધીરે ધીરે બહાર કાઢવે. આ ક્રિયા આશરે પા કલાકસુધી સવારમાં જ કરવી. એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં આસનનિરૂ વણ એ નામની
દશમી પ્રભા સમાપ્ત થઈ
— —[*] અગીઆરમી પ્રભા
પ્રાણાયામનિરૂપણ બધા હઠયોગને પ્રાણાયામમાં અંતર્ભાવ છે. “હ” એટલે સૂર્ય અથવા પ્રાણુ અને “ઠ” એટલે ચંદ્રમા અથવા અપાન. એ બંનેને એકત્ર કરવાની તથા તેમાં સાહાય કરનારી ક્રિયાને હઠયોગ કહે છે.