________________
આ
આસનનિરૂપણ
૧૫ આસન થઈ શકે છે. પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજે ભેદ થાય છે. આ આસન વાયુના ચપલપણને હણે છે.
૬૬ ઉત્તમાંગાસન લેલાસનની પેઠે પગની સ્થિતિ રાખી પછી હાથને કેણીથી વાળી મુખપાસે પૃથ્વીને સ્પર્શ કરે એમ કરતલે રાખી મુખ નીચે રહે એમ શયન કરવું તે ઉત્તમાંગાસન કહેવાય છે.
આ આસન શારીરમાં શીતલતા ઉપજાવનાર ને કાંઈક અંશ કુંડલિનીને પ્રબોધ કરનારું છે.
૬૭ યોન્યાસન ઉપસ્થને સંકોચી તેના પર ડાબા પગની પાની સમ્યફ પ્રકારે રાખી ડાબા સાથળ પર જમણે પગ રાખ, ને જમણા હાથના અંગુઠા, તર્જની ને મધમાવડે અનુક્રમે જમણે કાન, જમણી આંખ કે જમણું નાસાપુટ બંધ કરવાં, ને તે હાથની અનામિકા તથા શનિખિકાવો મુખને જમણે ભાગ દબાવ, તથા ડાબા હાથના અંગૂઠા આદિવડે ડાબા ભાગના તે તે અવય દબાવવા; આવી રીતે સ્થિતિ કરવી તે થોભ્યાસન કહેવાય છે. આ આસનના વિરોષ પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ.
પગની સ્થિતિ ઊલટાવવાથી આ આસનનો બીજો ભેદ થાય છે. આ આસનથી ઈતિ, પ્રાણ ને ચિત્તનું ધન થવા લાગે છે.
૬૮ પર્વતાસન ડાબા સાથળપર જમણો પગ રાખી તથા જમણુ સાથળ પર ડાબો પગ રાખી બંને હાથને માથાપર ઉંચા રાખી સંપુટ કરી સ્થિત થવું તે પર્વતાસન કહેવાય છે.