________________
૧૮૪
શ્રીગકૌસ્તુભ
[દશમી
૬૩ સંકટાસન ડાબા પગનું સાથળ ભૂમિને અડે ને ઢીંચણથી પંજાપતને ભાગ સાથળને તથા પૃથ્વીને અડીને ઉત્તરભણી રહે એમ તે પગને વાળી સ્થિર કરી તેપર જમણા પગને તેવી જ રીતે સ્થિર કરી પછી જમણ સાથળના મૂલ પર બંને હાથના જાને ચત્તા રાખી સ્થિર બેસવું તે સંકટાસન કહેવાય છે.
ડાબા પગની પાનીને નીચો ભાગ પૃથ્વીપર અડાડી રાખી બીજો પગ પૃથ્વી પર વિશેષ લાંબો કરી તેવડે આને વીટો અને બંને હાથથી બંને જાનુ વટવી તે શાસન કહેવાય છે.
૬૪ કર્મકાસન ડાબા સાથળ પર જમણે પગ રાખી અને જમણું સાથળ પર ડાબો પગ રાખીને પછી બંને હાથ સીધા રાખો જમણા હાથના અંગૂઠા તથા તર્જનીથી જમણે પગને અંગૂઠો ને ડાબા હાથના અંગૂઠા તથા તર્જનીથી ડાબા પગને અંગૂઠે પકડી શરીર, ડાક તથા માથાને સીધાં રાખી બેસવું તે કાકાસન કહેવાય છે.
પગની સ્થિતિ ઊલટાવવાથી આ આસનને અન્ય ભેદ થાય છે.
આ આસનથી શરીરમાં ઉષ્ણતા આવે છે, અને અપાનવાયુનું ઊર્વ આકર્ષણ થાય છે.
૬૫ લલાસન ડાબા સાથળ પર જમણે પણ રાખીને અને જમણ સાથળપર ડાબો પગ રાખીને પછી બંને પડખે બંને હાથનાં કરતલ ભૂમિપર ખેડી તેને આધારે શરીરને ઉંચું ઉપાડી રાખવું તે લોલાસન, કોલાસન વા ઉયિતપઘાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે આપેલું આ આસનનું ચિત્ર જુઓ.
ઊભડક બેસી ઉપર જણાવેલી રીતે શરીર ઊપાડવાથી પણ