________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૬૧
સમય સુધી બેસી શકાય છે, વૃત્તિ અનાયાસે સ્થિર થવા માંડે છે, લેહી યોગ્ય રીતે કરવાથી શરીર નીરોગ રહે છે, ને જ્ઞાનના પ્રતિબંધક સંસ્કારો દૂર થવા માંડે છે. જેમ યમમાં અહિસા ને નિયમમાં મતિ મુખ્ય છે તેમ સર્વ આસનમાં સિદ્ધાસન મુખ્ય છે. તે પ્રાણવહાનાડીઓના સર્વ મલને દૂર કરનાર છે, તથા અનાયાસે ઉન્મની કલાને ઉપવનાર છે, તેમજ ત્રણ બંધને પણ અનાયાસે સિદ્ધ કરનાર છે.
પગની પીડાઓ પર સાથળે રાખી, પગનાં તળાં ગુદાની નીચે રાખી, હાથ ઢીંચણ પર રાખવા તેને પણ કેટલાક ગાભ્યાસીઓ વામન કહે છે. એવી સ્થિતિમાં શરીર રાખી શયન કરવું તે સુસવાસન કહેવાય છે.
૨ પદ્માસન જમણા પગને ડાબા સાથળપર અને ડાબા પગને જમણું સાથળપર રાખીને ડોકને સહજ નીચી નમાવીને તથા હડપચીને હદયસમીપ (હદયથી ચાર આંગળ ઉપર) રાખી બેસવું, ને પછી બંને હાથને પીઠની બાજુએ ફેરવીને બંને હાથના પંજા ચત્તા રાખી જમણા હાથથી (અંગૂઠા તથા તર્જનીથી) જમણા પગનો અંગૂઠ ને ડાબા હાથથી (અંગૂઠા તથા તર્જનીથી) ડાબા પગનો અંગૂઠો પકડ ને આંખોને ઊઘાડી રાખી દષ્ટિને નાસિકાના અગ્રભાગ પર ઠરાવવી તે પદ્માસન વા કમલાસન કહેવાય છે. કેટલાક ગીઓ આને બર, પદ્માસન પણ કહે છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું બદ્ધ પદ્માસનનું ચિત્ર જુઓ.
જેનાથી પ્રથમ બંને હાથથી બંને પગના અંગૂઠા ન પકડી શકાય તેણે પ્રથમ એક એક હાથે એક એક હાથને અંગૂઠો, પકડવાને અભ્યાસ કરે, આને અર્ધબહપવાસન કહે છે.
ડાબા પગને જમણ સાથળપર ને જમણા પગને ડાબા