________________
૧૬૨
શ્રીગકૌસ્તુભ
[ દશમી
સાથળપર રાખવાથી આ આસનને બીજો ભેદ થાય છે.
આ આસનમાં મસ્તકવિનાને શરીરને મધ્ય ભાગ સીધે રહેવાથી શ્વાસ સીધે ચાલી તેની ગતિ મંદ પડવા માંડે છે, વૃત્તિ અનાયાસે સ્થિર થવા લાગે છે, શરીરમાં લોહીનું ફરવું યોગ્યરીતે થવાથી આરોગ્ય સારું રહે છે, આલસ્ય થતું નથી, તે પૂર્વે થયેલા વ્યાધિઓનું શમન થાય છે.
૩ દઢાસન ડાબો હાથ કેણીથી વાળી માથાહેઠ રાખી બંને પગે લાંબા કરી વૃષણ ન દબાય એવી રીતે ડાબે પડખે શયન કરવું તે દઢાસન કહેવાય છે.
આ આસનના અભ્યાસથી ઊંધમાં બહુ રવપ્ન આવતાં નથી, વીર્ય બહુધા ખલિત થતું નથી, પવનની ગતિ યોગ્ય માર્ગમાં રહેવાથી રોગની ઉત્પત્તિ થતી નથી, ને જઠરા િબલવાન થાય છે, તેમજ થે સમય સૂવાથી પણ વિશેષ સમય સુધી સૂતાજેટલો લાભ અનુભવાય છે.
યોગસાધકે રાત્રિએ ઘણું કરીને એજ આપને વિશેષ સમયસુધી શયન કરે છે.
હાયની તથા પડખાની સ્થિતિ બદલવાથી દક્ષિણસનનામને આ આસનને અન્ય ભેદ થાય છે.
૪ વિરાસન ડાબા પગને ઢીંચણથી વાળી જગ નીચે લઈ તેને કોણ ગુદાની નીચે ઉત્તરદક્ષિણ (ડાબે જમણે) આડો રાખો, ને જમણા પગની પાની ડાબા પગના અંગૂઠાને અડાડીને ગોઠણ ઉચુ રાખીને બેસવું તે વીરાસન કહેવાય છે.