________________
ભા]
આસનનિરૂપણ
૦ હેમ
મનસહિત અગા
મનસહિત અગીઆર ઈદ્રિયને તેમના અયોગ્ય વિષથી ઉપરામ કરી બ્રહ્મરૂપ અગ્નિને વિષે હેમવી તે સાત્વિક હેમ જ્ઞાનયજ્ઞ ને ચિત્તની એકાગ્રતારૂપ અગ્નિને વિષે તેમને હેમવી તે ગયજ્ઞ કહેવાય છે.
રાજસવૃત્તિવાળા મનુષ્ય પ્રસિદ્ધ અગ્નિમાં પશુઓને તથા જલદિને જે હેમ ફલેચ્છાપૂર્વક કરે છે તે હેમ એગના અંગરૂપ નથી. પ્રસિદ્ધ અગ્નિમાં વૃતાદિને હેમ દેવતાને પ્રસન્ન કરવામાં તથા વાતાવરણ શુદ્ધ કરવામાં સાધનભૂત ગણાય છે.
નિજન અંતર્દષ્ટિ કરી વિષયોનો ઈદિ વિષે, ઉદ્રિને અંત:કરણને વિષે, ને અંતઃકરણને આત્માને વિષે હેમ કરે છે..
એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં નિયમનિરૂપણ એ - નામની નવમી પ્રભા સમાપ્ત થઈ. ૯
દશમી પ્રભા
આસનનિરૂપણ શરીરની જે સ્થિતિથી શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય તે સ્થિતિ આસન કહેવાય છે. યોગકલામાં નિપુણ એવા શ્રી આદિનાથે (શ્રીમહેશ્વરે) રાશી લાખ જાતનાં આસને કહ્યાં છે. એમ થગીઓ કહે છે. એ આસનમાંથી મુખ્ય રાશી આસન આસન સિદ્ધ કરવાની ઈચ્છા રાખનારા પુરુષોના ઉપગા નીચે દર્શાવ્યાં છે.
ઋષિ, મુનિ ને ભેગી જે બહ્મનું આરાધન કરે છે તે સર્વ પ્રથમ આસન સાધે છે, કારણકે આસનથી દેહની ચંચલના તથા જડતા એટલે રજસ્તમોગુણને સ્થૂલાંશ નાશ પામે છે, અને તેમ