________________
પ્રભા ]
નિયમનિરૂપણ
૧૫
" अधद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् । अदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥"
અર્થ – હે અર્જુન! અશ્રદ્ધાવડે જે હેમ, દાન તથા તપાદિ કર્મ કરવામાં આવે છે તે અસત એમ કહેવાય છે, ને તે આ લેકમાં તથા પાકમાં કાંઈ પણ ફલ આપતું નથી.
નાનાપ્રકારના સાંસારિક સુખમય પદાર્થોમાં તથા સ્વર્ગાદિકના દૈવી વૈભવમાં જે બુદ્ધિ ન લેભાય તે પણ મતિ કહેવાય છે. " મનના મલદષને તથા ચંચલતદેષને ટાળી, જગતના ઉપહાસને ધીરજથી સહન કરી, અગ્ય કલ્પનાથી રહિત થઈ જ બુદ્ધિ બ્રહ્મભાવને પામી છે તે પણ મતિ કહેવાય છે.
૮ લજજા વેદવિષે તથા લેકવિષે જે પરસ્ત્રીગમન તથા મદિરાપાનાદિક નિદિત કર્મ ગણાય છે તે કરવામાં કાપવાદનું જે ભય કરવું તે લજજા કહેવાય છે. મનની નબળાઈને આધીન થઈ મિથ્યા લેકલાજને અર્થે દિવા એવાંજ બીજા શુદ્ર કારણને લીધે જે પુરુષ શ્રીસદ્દગુરુની અને તત્ત્વવેત્તાની ભક્તિને ત્યાગ કરે તે લજજાવાળા, નહિ, પણ લજજારહિત મનુષ્ય છે એમ જાણવું.
જે મેટાસાધકે સ્વરૂપમાં સ્થિત થવા શ્રીકૃતિની તથા શ્રીસદ્દગુરુની આજ્ઞાઓને હૃદયમાં સ્થિર કરીને તે પ્રમાણે વર્તે છે, અને મનેવિકારને વશ થતા નથી તેમજ પરમાત્મા સર્વવ્યાપક છે. એમ જાણી જે સર્વે સ્થમાં તથા સર્વ કાર્યોમાં સર્વદા નિર્દોષ રહે છે તેજ અકાર્યમાં લજજાવાળા કહેવાય છે.
પિતાના સદ્દગુરુએ ઉપદેશ કરેલા મંત્રનું સ્મરણ કરવું તે જપ કહેવાય છે.