SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીગકૌસ્તુભ [નવમી * * બાહ્યવિષયોમાં ભટકતી ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિઓને આકર્ષીને અંતરમાં સમાવવાસા મંત્રજપ ઉપયોગી છે. ઉપવાસાદિ તપશ્ચર્યા કરનારે મંત્રજપનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. દેવાદિના ભેદથી જપ ઘણું પ્રકારના છે. જપથી શરીર, ઈતિ, પ્રાણુ ને મન સ્થિર થાય છે, ને હૃદયમાં શુદ્ધસત્વગુણને પ્રકાશ પ્રાદુર્ભાવ પામવાથી જપ કરનારના ચિત્તમાં પ્રપન્નતા અનુભવાય છે. શ્વાસોસમાં ચાલતા “૩૪” અને “” આ બે મંત્રના જપને અજપાસ્મરણ કહે છે. જ્ઞાન, યોગ વા પરાભક્તિ સંપાદન કરવા ઈચ્છનારા જનો શ્રીગુરુપાસેથી યથાવિધિ દીક્ષા લઈ યથાધિકાર બહુધા નીચેના મંત્રોમાંથી કઈ એક મંત્રને જપ કરે છે-“ ૪” “હ. ” “ શિવોહ ” “,” “રામ,” “સચ્ચિદાનંદેહં,” “શુદ્ધોહિં,” “નિર્વિકારહ,” “બ્રહ્મવાણું,” “અહં બ્રહ્માસ્મિ, ” “ જ નમઃ શિવાય,” “ નમો ભગવતે વાસુદેવાય,” “ૐ નમે નારાયણાય” શ્રીકૃષ્ણ: શરણે મમ,” ને “ૐ નમે ગુરુદેવાય ગોવિદાય” ઈત્યાદિ દેવી, સૂર્ય, ગણપતિ તથા હનુમાનાદિ દેવતાઓના મંત્રને જપ પણ તેમના ભક્ત કરે છે – * વિનાજપે–અપ્રયત્નસાધ્ય સ્વાભાવિક રીતે જે જપ જપાયા કરે તે અજપાસ્મરણ કહેવાય છે. અંતરને પવન નાક તથા મુખવાટે બહાર નીકળતાં “હું” ને ને બહારના વાયુનું અંતર આવવું થતાં “સઃ” ને સ્વાભાવિક રીતે ધ્વનિ થયા કરે છે, તેથી જ પ્રાણને હંસનું નામ આપવામાં આવ્યું છે. હંસને ઊલટાવવાથી તે હિંસનું વિપરીતસ્વરૂપ સેહં થઈ જાય છે. સેહમાંના સ પછી ઓ અને હ પછીને અનુસ્વાર મળીને ઓ (૪) થાય છે, અથવા ૩૪ એ આત્માનું સંકેતરૂ૫ નામ છે, ને સેહં એ પ્રાણનું સંકેતરૂપ નામ છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy