________________
પ્રભા ]
નિયમનિરૂપણ
૧૪૯
यस्मादन्नात्प्रजाः सर्वाः कल्पे कल्पेऽसृजत् प्रभुः । तस्मादन्नात्परं दानं न भूतं न भविष्यति ॥ २॥
અર્થ –ઋષિઓએ સર્વે દાનમાં અન્નદાનને ઉત્તમ કહેલ છે, કેમકે અન્નવડે બધાં પ્રાણુઓનું જીવન ચાલે છે. વળી પ્રત્યેક કપમાં બ્રહ્મા અન્નથી સર્વ પ્રજાની ઉત્પત્તિ કરે છે તેથી પણ અત્રથી શ્રેષ્ઠ બીજું કઈ દાન થયું નથી, ને થવાનું નથી, અર્થાત અન્નદાન સર્વદાનમાં શ્રેષ્ઠ છે.
શ્રીમાન લેકેને માટે સુવર્ણાદિના દાનને વિધિ પણ શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી બૃહસ્પતિસંહિતામાં એ સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે –
અત્યં પ્રથમ દિર, भूवैष्णवी सूर्यसुताच गावः । लोकास्त्रयस्तेन भवंति दत्ता,
यः कांचनं गां च महीं च दद्यात् ॥" અર્થ—અમિનો પ્રથમ પુત્ર સુવર્ણ (સોનું) છે, પૃથ્વી શ્રીવિષ્ણુની પુત્રી છે, ને ગાય સૂર્યની પુત્રી છે, માટે જેણે સુવર્ણ પૃથ્વી ને ગાયનું દાન કર્યું તેણે ત્રિલોકીનું દાન કર્યું એમ જાણવું.
દાન કરનારે સુપાત્રનેજ દાન કરવું જોઈએ, કેમકે કુપાત્રને કરેલું દાન નિષ્ફલ થાય છે. શ્રીગૌતમસંહિતામાં પણ નીચેના શ્વેકદ્વારા એમજ કહ્યું છે –
" अपात्रेभ्यस्तु दत्तानि दानानि सुबहून्यपि । वृथा भवंति राजेंद्र भस्मन्याज्याहुतियथा ॥"
અર્થ-હે રાજેન્દ્ર! અપાત્રોને બહુજ દાને આપ્યા છતાં પણ ભરમમાં આપેલી વૃતની આહુતિની પેઠે તે દાને વૃયાજ
જેમ તળાવમાં રહેલા જલની તેમાંથી નીકળતા ઝરણુતારા