SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિભા] નિયમનિરૂપણ ૧૭ ઉંચા પર્વતનાં શિખરે જેઓ વાદળાંને અડેલા જેવાં દેખાય છે તેઓ, તથા હયાં , જાણે પરમાત્માભણ ઉંચી આંગળી કરી આપણને તેમનું અસ્તિત્વ જણાવતાં હોય એમ દેખાય છે. | સર્પાકારે દોડતી મોટી નદીઓમાંથી નીચાણમાં પડતા જલના મોટા ઘેધના નાદ ને સમુદ્રના મોટા તરંગની ગંભીર ગર્જનાઓ તથા વર્ષાઋતુમાં શત વીજળીનો ગડગડાટ જાણે ડાંડીઓ પીટીને જગનિયામક પ્રભુનું અસ્તિત્વ બહેર મારી ગયેલા હદય ને કાનવાળા નાસ્તિક જનેની સમપ પ્રકટ કરતાં હોય એમ જણાય છે. વિશાળ સમુદ્ર જેમાં માછલાં, કાચબા, સાપ ને મગર આદિ અનેક પ્રકારનાં પ્રાણીઓ નિવાસ કરી રહેલાં છે તે, તથા ગંભીર આકાશ, ને પ્રકાશિત સૂર્ય ચંદ્ર અને તારાના સમયે, મેટા પર્વત, વન ને રણે જાણે પિતાના બનાવનારનું અત્યંત વિસ્તૃતપણું અને અસ્તિત્વ આપણું આગળ પ્રસિદ્ધ કરતાં હોય એમ જણાય છે. તે અનેક જાતનાં પક્ષીઓ જાણે પિતાના મધુર શબ્દથી પિતાના ઉત્પન્ન કરનારના કલ્યાણકર ગુણનું સ્તવન કરતાં હોય એમ જણાય છે, અને મંદગતિવાળે. શીતલ પવન જે પિતાના સ્પર્શવડે મનુષ્યાદિના શરીરને સુખ આપે છે તે સર્વ જાણે આપણને આપણા ઉત્પન્નકનું ભાન કરાવતાં હોય એમ જણાય છે. ભિન્ન ભિન્ન પ્રાણિપદાર્થોથી ભરપૂર એવી આ ચમત્કારી સૃષ્ટિમાં તમે જ્યાં જ્યાં વિવેકપૂર્વક દષ્ટિ કરશે ત્યાં ત્યાં તેના પવિત્ર બનાવનારના અગણિત કૌશલ્યનું તમે અવલોકન કરવા ભાગ્યશાલી થશે. વેદ, સ્મૃતિઓ ને પુરાણુદિ સર્વ શાસ્ત્રો તેમજ સૃષ્ટિ તથા મહાન સાધુઓ પરમેશ્વર છે એમ મનુષ્યોને જણાવે છે, માટે વિવેકી મનુષ્ય પિતાના હૃદયમાં શ્રીપરમાત્માના અસ્તિત્વને દઢ નિશ્ચય કરે, અને અવિશ્વાસ વડે થતા મનના ડગમગાટને ટાળવે એ મેક્ષસાધકનું મુખ્ય કર્તવ્ય છે. યોગાભ્યાસાદિક સર્વ શાસ્ત્રોક્ત શુભ કર્મોમાં આસ્તિક પુરુષ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy